Sun Aug 23 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (13-08-2026): શ્રાવણ મહિનાનો પહેલો દિવસ કુંભ અને વૃશ્ચિક રાશિ માટે લઈને આવશે લાભના યોગ, જાણો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-08-13 00:01:00
Author: Darshana Visaria
Article Image

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે પ્રગતિદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાની સંભાવના છે. ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થશે અને નવી જવાબદારી સોંપી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. પરિવાર સાથે આહલાદક અને આનંદદાયક સમય વિતાવશો. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ ખાવા-પીવામાં બેદરકારી ન રાખવી. પ્રેમ સંબંધોમાં મધુરતા અને ગાઢતા આવશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

વૃષભઃ
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામ આપનારો રહેશે. દિવસની શરૂઆતમાં થોડો માનસિક તણાવ કે ચિંતા રહી શકે છે. ધંધા-રોજગારમાં સમજી-વિચારીને નિર્ણય લેવા, કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અને નકામા ખર્ચ પર અંકુશ રાખવો. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવવી અને પૂરતો આરામ લેવો. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી આવી રહી હોય તો અભ્યાસ માટે શિક્ષક કે વડીલોની મદદ લેવી પડશે. 

મિથુનઃ
તમારા માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. નવા કાર્યો કે પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય છે. વેપારી વર્ગ માટે નફાકારક સોદા થઈ શકે છે. નોકરીયાત વર્ગને સહકર્મીઓનો પૂરો સાથ મળશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થતાં મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. આજે આસપાસમાં ચાલી રહેલાં વાદ-વિવાદથી દૂર રહીને શાંતિથી દિવસ પસાર કરવો તમારા માટે વધારે હિતાવહ રહેશે. 

કર્કઃ
આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. વાણી અને વર્તન પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે, નહીંતર બિનજરૂરી વાદ-વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધુ રહેવાની શક્યતા છે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ખાસ કાળજી રાખવી. પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરશો. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. માનસિક શાંતિ માટે યોગ કે ધ્યાન કરવું તમારા માટે લાભદાયી રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો અને સફળતાદાયક રહેશે. તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે અને સમાજમાં માન-સન્માન વધશે. વ્યવસાયમાં નવા રોકાણ માટે દિવસ ઉત્તમ છે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને આવકના નવા માર્ગો ખુલશે. પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમીજનો માટે દિવસ યાદગાર રહેશે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આજે ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. 

કન્યાઃ 
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવધાની અને સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને મનની શાંતિ જાળવવી. નોકરીમાં કામનું ભારણ વધી શકે છે જેથી માનસિક થાક અનુભવાય. નાણાકીય બાબતોમાં કોઈ પર પણ આંધળો વિશ્વાસ ન કરવો. રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. પરિવારના વડીલોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. સાંજના સમયે મિત્રો સાથે સમય વિતાવવાથી મન હળવું થશે. આજે તમારે તમારી આસપાસના લોકો પર આંખ બંધ કરીને ભરસો કરવાથી બચવું પડશે, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. 

તુલાઃ 
આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે લાભદાયી અને સુખદ રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે જેનાથી મન પ્રસન્ન રહેશે. વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલું નાણું પાછું મળવાની સંભાવના છે. સગા-સંબંધિઓ સાથેના સંબંધોમાં સુધારો થશે. દંપતીઓ વચ્ચેનો પ્રેમ અને સમર્પણ વધશે. આરોગ્ય સારું રહેશે અને દિવસભર ઉત્સાહ જળવાઈ રહેશે. ઘર-ગાડી કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. 

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તકો લઈને આવી રહ્યો છે. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં નવી તકો લઈને આવશે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને ઉપરી અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના સફળ થઈ શકે છે. સરકારી કાર્યોમાં અટકેલી ફાઈલો આગળ વધશે. પરિવારમાં શાંતિ અને ખુશાલી રહેશે. જીવનસાથી તરફથી કોઈ વિશેષ ભેટ કે સરપ્રાઈઝ મળી શકે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું અને મોસમી બીમારીઓથી બચવું. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ કોઈ સાથે પણ શેર કરતાં પહેલાં બચવું પડશે. 

ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ શુકનિયાળ રહેશે. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. નસીબનો પૂરો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળતાથી પૂર્ણ થઈ જશે. ધાર્મિક અને આધ્યાત્મક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. લાંબા અંતરની કે ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે જે લાભદાયી રહેશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે સમય ખૂબ જ સાનુકૂળ છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે આસપાસના સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવશે. આજે તમે ઊર્જાથી ભરપૂર હોવાને કારણે કોઈ પણ કરવાનું ના નહીં પાડો. આજના દિવસે માનસિક ચિંતા અને శારીરિક થાક અનુભવાઈ શકે છે. વિરોધીઓ કે હરીફો તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરશે, માટે સાવધ રહેવું. કોઈપણ મોટો આર્થિક કે વ્યવસાયિક નિર્ણય આજે લેવાનું ટાળવું. વાહન ચલાવતી વખતે પૂર્ણ સાવધાની રાખવી. કૌટુંબિક બાબતોમાં ધૈર્ય અને શાંતિ રાખવી જરૂરી છે. સંધ્યાકાળ સુધીમાં સ્થિતિમાં સુધારો જોવા મળશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજનો દિવસ અનુકૂળ અને ફળદાયી રહેશે. ભાગીદારીના ધંધામાં સારો લાભ થઈ શકે છે અને નવા કરાર થઈ શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મધુર અને ગાઢ બનશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને ઉત્સાહપૂર્વક કામ કરી શકશો. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને એને કારણે ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. 

મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. સ્પર્ધકો અને શત્રુઓ પર વિજય મેળવશો. કોર્ટ-કચેરી કે કાનૂની બાબતો ચાલતી હોય તો તેમાં સફળતા મળી શકે છે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે. નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી, વધુ પડતા ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે પેટ સંબંધિત તકલીફો થઈ શકે છે, તેથી ખાનપાન પર વિશેષ નિયંત્રણ રાખવું. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જશો, પરંતુ આ સમયે તમારે તમારા બજેટનું ખાસ ધ્યાન રાખો, નહીંતર આર્થિક સંકળાશ અનુભવશો. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન રાખો, નહીંતર ખોટી સંગતમાં ફસાઈ શકે છે.