Mon Apr 20 2026

Logo

અમદાવાદમાં તિલક વર્માની ધુઆંધાર સદી: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને આપ્યો 200 રનનો લક્ષ્યાંક

2026-04-20 21:33:26
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026)ની આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે મુંબઈ ઈન્ડિયન્સવતી છેલ્લી ઓવરમાં શાનદાર બેટિંગ કરીને મજબૂત સ્કોર લઈ જવામાં સફળતા મળી હતી. પહેલા બેટિંગમાં આવેલ મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 5 વિકેટે 199 રન બનાવ્યા હતા, જેમાં ગુજરાત વતી રબાડા સફળ બોલર (ત્રણ વિકેટ એક કેચ) રહ્યો હતો., જ્યારે મુંબઈ વતી તિલક વર્માનું શાનદાર સદી કરીને 45 બોલમાં 101 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈએ ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પોઈન્ટ ટેબલમાં સૌથી લાસ્ટ રહેલા મુંબઈ ઈન્ડિયન્સે સાવ સસ્તામાં બે વિકેટ ગુમાવી હતી. અગાઉની મેચમાં સેન્ચુરી કરનારા ડીકોક નિષ્ફળ રહ્યો હતો. પહેલા ક્વિન્ટન ડીકોક અને દાનિશ માલેવાર ઓપનિંગમાં આવ્યા હતા, પરંતુ બીજી ઓવરમાં મુંબઈએ પહેલી વિકેટ ગુમાવી. નવોદિત દાનિશ માલેવાર (1 રન)ને રબાડાએ એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો, ત્યાર પછી ક્વિન્ટ ડીકોકને પણ રબાડાએ આઉટ કર્યો હતો. છઠ્ઠા ક્રમે રહેલા ગુજરાત ટાઈટન્સના બોલર્સે મુંબઈ પર દબાણ લાવવામાં સફળતા મેળવી હતી.

બીજી વિકેટ પછી રમતમાં આવેલા સૂર્યાકુમાર યાદવને પણ સૌથી ઝડપી બોલ ફેંકીને રબાડાએ ક્લિન બોલ્ડ કરીને આખરે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે રબાડાના સ્પેલને ચાલુ રાખવામાં સફળતા મળી હતી. રબાડાની ત્રીજી ઓવરમાં ત્રીજી વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. પાવર પ્લેમાં મોહમ્મદ સિરાજ અને રબાડાની છ ઓવર નાખવામાં સફળતા મળી હતી. 

ત્રીજા ક્રમે આવેલા તિલક વર્મા નમન ધીરે દબાણમાં રમ્યા વિના નમન ધીરે ઉપરાઉપરી બે ચોગ્ગા ફટકાર્યા હતા. નવમી ઓવરમાં 68 રન, જ્યારે 10 ઓવરના અંતે મુંબઈ ત્રણ વિકેટે 75 રન બનાવ્યા હતા. જોકે, પ્રસિદ્ધ કૃષ્ણાની ત્રીજી ઓવર ગુજરાતને ભારે પડી હતી, જેને કારણે પંદર અને અઢારમી ઓવર ગુજરાતને ભારે પડી હતી. એના પછી 20મી ઓવરમાં પણ મહત્તમ રન મેળવવામાં મુંબઈને સફળતા મળી હતી. 

પંદરમી ઓવરે મુંબઈ 122 રન બનાવ્યા હતા. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની ભાગીદારીને કારણે ટીમને મજબૂત સ્કોર ભણી લઈ જવામાં સફળતા મળી હતી. મજબૂત બેટિંગ કરીને તિલક વર્માએ 33 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. એના પછી (અશોક શર્માની ત્રીજી) અઢારમી ઓવરે 167 રન બનાવ્યા હતા, ત્યાર પછી 20 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સે 199 રન બનાવ્યા. તિલક વર્માએ 45 બોલમાં આઠ ચોગ્ગા અને સાત સિક્સર મારીને 101 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે રુથરફોર્ડે પણ બે બોલમાં એક રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. 

ગુજરાત ટાઈટન્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે કુલ 9 સિક્સર અને 16 ચોગ્ગાની મદદથી 199 રનનો પડકારજનક સ્કોર બનાવવામાં સફળતા મળી હતી, જ્યારે ગુજરાત ટાઈટન્સએ 7 એક્સ્ટ્રા રન આપ્યા હતા. ગુજરાતવતીથી રબાડાને ત્રણ વિકેટ તેમ જ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક-એક વિકેટ મળી હતી, પરંતુ અશોક શર્મા, વોશિંગ્ટન સુંદર અને રાશિદ ખાનને કોઈ વિકેટ મળી નહોતી.

મુંબઈ ઈન્ડિયન્સમાં દાનિશ માલેવાર અને કિવન્ટન ડીકોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રુથરફોર્ડ, મિચેલ સેન્ટનર, કૃષ ભગત, જસપ્રીત બુમરાહ, એએમ ગજનફરનો સમાવેશ થાય છે.