Mon Oct 05 2026

Logo

અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ચર્ચા તો આ ગોરી મેમની જ, અમેરિકાના પ્રેસિડન્ટ સાથે છે ખાસ કનેક્શન...

2026-09-18 13:54:00
Author: Darshana Visaria
અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ચર્ચા તો આ ગોરી મેમની જ, અમેરિકાના પ્રેસિડન્ટ સાથે છે ખાસ કનેક્શન...

અંબાણી પરિવારના નિવાસસ્થાન 'એન્ટિલિયા' ખાતે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય અને શાહી અંદાજમાં કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભારતના રાજકારણ, બિઝનેસ અને સિનેમા જગતની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ આ વખતે ઉત્સવનું મુખ્ય આકર્ષણ સાત સમંદર પારથી આવેલી મહેમાન એટલે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાની પુત્રી ટિફની ટ્રમ્પ (Tiffany Trump) રહી હતી.

ટિફની ટ્રમ્પ પોતાના પતિ માઈકલ બૂલોસ સાથે અંબાણી પરિવારના આ પાવન ઉત્સવમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. બાપ્પાના ભવ્ય સ્વાગતથી લઈને વિસર્જન સુધી ટિફનીનો અનોખો ભારતીય અંદાજ જોવા મળ્યો હતો. જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ ટિફનીના આ લૂકમાં... 

મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં ચમક્યો દેશી લુક
ભારતીય પરંપરામાં રંગાયેલી ટિફની ટ્રમ્પે બોલીવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલો પેસ્ટલ ગ્રીન કલરનો રોયલ લહેંગો પહેર્યો હતો. આ લહેંગા પર આઈવરી રંગનું ક્લાસિક ભરતકામ અને મોતીઓનું સુંદર હેન્ડવર્ક કરવામાં આવ્યું હતું, જેમાં ટિફની અત્યંત મનમોહક લાગી રહી હતી. 

ટિફનીનો આ દેસીગર્લ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેની સુંદરતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમના વખાણ કરતાં નથી થાકી રહ્યા.  ટિફનીના પતિ માઈકલ બૂલોસે પણ ભારતીય પરંપરાને માન આપતાં કેસરિયા રંગની ડિઝાઈનર શેરવાની પરિધાન કરી હતી. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને અહીં મળેલા આતિથ્ય સત્કારથી પ્રભાવિત થઈને ટિફનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં "With love from India" (ભારતમાંથી પ્રેમ સાથે) લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ટિફની માત્ર પૂજા કે સ્વાગત પૂરતી સીમિત ન રહેતાં, અંબાણી પરિવારના સભ્યો સાથે ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં પણ સામેલ થઈ હતી અને બાપ્પાને ભક્તિભાવપૂર્વક વિદાય આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટિફની અને અંબાણી પરિવારનો ખૂબ જ ગાઢ નાતો છે. આ પહેલાં પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગુજરાતના જામનગર ખાતેના પ્રિ-વેડિંગ ફંક્શન અને અને લગ્નમાં પણ હાજરી આપી ચૂકી છે અને એ સમયે પણ ભારત પ્રત્યેના તેનો પ્રેમ દેખાઈ ચૂક્યો છે.