Wed Aug 19 2026

Logo

દુહાની દુનિયાઃ બાયાબાઈ બાવડાકૃત વિહતઆઈની વીશી (2)

2026-08-03 09:51:00
Author: Dr. Balwant Jani
Article Image

ડૉ. બળવંત જાની

આઠમે પાડયો એંકાર, પુજીએ તારા પાંવ
દેવી કહે નો ડગું, વિઘન વાળવા વિહળી.
નૌમે નાવડા નાંગરિયા, સિંધવ કરે સામગરિયુ    
ત્રણ ભવનને તાગ, વિઘન વાળવા વિહળી.
દહમે લાગી ડાક, સર સડી ખુંદવા સાસર
થર થાપ ગુંગરિયાને, વિઘન વાળવા વિહળી.
અગિયારમેં ઉઠી ભલી એય, હરવા જાળા ઝરડાને હર
ધ્રુજાવ્યા નાગ તંમર, વિઘન વાળવા વિહળી.
બારમે બળરામ લઈ, મશરુને તરહૂળથી મારિયો
પાંહળિયા દીધા શૂળ, વિઘન વાળવા વિહળી.
તેરમે તું તો તરી, બુઢી પણ ના બૂડી
પરસો આપ્યો પાસ, વિઘન વાળવા વિહળી.
ચૌદમે તું ચાલી, ને નોંઘણને જૈ મળી 
વેલી જંગ જીતાવી વાળી, વિઘન વાળવા વિહળી.    
પંનરમે બેઠી પિયાળ, ક્રોડ પવાડા તે ર્ક્યા
દેવી કહે નો ડગું, વિઘન વાળવા વિહળી.
સોળમે સમરે સરવરાય, હોંકારો ભણે હિંદુને
બરકાવ્યે આવે બાય, વિઘન વાળવા વિહળી.
સતરમે આવે સક્તી, વરમંડળમાં વરત વધાિ2યા
કળજગને કરયો માત, વિઘન વાળવા વિહળી.
અઢારમેં આવ્યો અવસર, પરબત માંય બહુ પાણી
તાતા રેવત તારિયા, વિઘન વાળવા વિહળી.
ઓગણીમેં લઈ અણી, તરહુળથી તરત તાણિયા    
નાખ્યા ઘા ભૂલે નૈ, વિઘન વાળવા વિહળી.
વીહમે વેરી વઘેરિયા, તૂરક તો અ2દા તણી
સારણીયા રૂપ સધાર, વિઘન વાળવા વિહળી.
દેવી કરો અમ પર દયા, તું પાધરિયે પાધરા
બાયાબાઈ બાવડીના બોલે, વિઘન વાળવા વિહળી.

વિહતમાતા એટલે વીશ હાથવાળી-વીશ ભૂજાળી વિસત-વિહત માતા. જોગમાયાના આ સ્વરૂપનું લોકપ્રચલિત નામ વિહતઆઈ. ચારણ અને ઈતર સમાજમાં પણ માતાજીનું આ સ્વરૂપ આરાધ્યા અને પૂજયા રૂપે અવલોકવા મળે છે. 

ચંદ બરદાઈની સ્તુતિમાં પણ વીશ હથ્થી હંસવાહિની માતા દેઉ સુમત એવી પંક્તિ મળે છે. શક્તિ ઉપાસનાના કેને પંચાળમાં ઘણાં છે. ચામુંડા છે. એમ આ વિહતમાંનો, વિહતઆઈનો મઢ પણ ઘણો પ્રાચીન ગણાય છે. દૂર-દૂરથી એમની માનતા, શ્રીફળ અર્પણ કરવા શ્રદ્ધાળુ આવતા એ મારા સ્મરણમાં છે. 

મારા બાલાશંકરદાદા (મારા પિતાશ્રીના મોટાભાઈ)ને પારેવાળામાં દુકાન હતી. એમના ચોપડામાં વિહતમા ચડતી કળા રાખે એવું આરંભે લખાણ લખતા. ટપાલ કે ચિઠ્ઠી આવે એમાં પણ પારેવાળાથી બાલાશંકરના જયવિહતમાં વાંચજો એમ લખતા. પુરાણ-શાસ્ત્રમાં અષ્ટભૂજા, નવદુર્ગા જેવા સ્વરૂપોનો ઉલ્લેખ છે. વિશભૂજાવાળી દેવી એટલે વિહતઆઈ. એમની પાસે ક્વયિત્રી બાયાબાઈ-ચારણઆઈ સહાય રૂપે અભય માગે છે. વિધ્નહર્તા દેવી વિહતઆઈ છે. વાળવા એટલે ટાળવા એવો અર્થ બેસે છે. 

નવમી તિથિનો સંદર્ભ એવો જણાય છે કે તમે સમુની ખેપે ગયેલા અને નાવડા ન હતા આવ્યા તેને કાંઠે નાંગરવાનો ચમત્કાર કરેલો એટલે વહાણવટીઓ મધદરિયે તને ધૂપ-દીપ અને નાળિયેર અર્પણ કરે છે, પંક્તિ ત્રણે ભવનને તાગવાની પૃથ્વી-જળ અને આકાશ એમ ત્રણેયનો તાગ લેનારી માતૃશક્તિનો ઉલ્લેખ કદાચ એમાં છે. 

દશમી તિથિએ ડાક-ડમરું વાગ્યા છડી પોકારાતી અને તમે ચાચર ચોકમાં પધાર્યા. એવી રીતે હે વિહતમા અમારા વિધ્ન હરો. એકાદશીએ ભલી-કૃપાળું ભવાની ઊઠયા અને આપણાં જાળા-ઝાંખરા રૂપી કષ્ટો કાપ્યા અને નાગ તેમરને ધ્રુજાવ્યા. બારશે બલરામને સહાયભૂત થઈને ત્રિશુળથી મશરુ દૈત્યને સંહારીને એની પાંસળીઓ ભાંગી નાખી. 

એમ હે વિહતમા અમારા વિધ્નો હરવા-ટાળવા વહેલા આવશો. તેરશે તમે તારી, મારા જેવી વૃદ્ધાને ડૂબતા બચાવી. ડૂબવા ન દીધી. તમે પરચો બતાવ્યો. ચૌદમે આંકે હે માડી તું ચાલીને નવઘણને મળીને એને સહાયભૂત થયેલી. એના સૈન્યને -સંઘને-તે જીત અપાવેલી. 

પંદરમે આંકે સિંહણ આરુઢ થઈને કરોડ પરાક્રમો ર્ક્યા એના ક્રોડ પવાડા ગવાયા. પ્રોચાળ, પિયાળ સિંહનું લોકનામ છે. રવરાય એને હણી તમે અડગ રહેલા. સોળે હે મા તારા બધા સ્મરણ-સેવા-પૂજા કરે છે અને તું હિન્દુઓને હોંકારો આપે છે. તને બોલાવતા તું આવીને અમારા વિધ્નોને ટાળજો. (ક્રમશ:)