Tue Apr 21 2026

Logo

રામાવળા શ્રવણપાનની મોજ

2026-04-20 11:06:00
Author: Dr. Balwant Jani
Article Image

દુહાની દુનિયા - ડૉ. બળવંત જાની

રામાવળા સંદર્ભે કેટલાક તીવ્ર સંસ્મરણો છે. એને સાંભળવાનો અનુભવ ભજન કે લોકગીતથી અનેરો છે. રામાવળા તરીકે ઓળખાતી ચાંવળાબંધની કંઠસ્થપરંપરાની કંઈ કેટલીય રચનાઓ કિશોરાવસ્થાથી સાંભળતો આવ્યો છું. કોલેજના દિવસોમાં મોટે ભાગે ઉનાળાની લાંબી રજાઓ મારે ગામડે કમળાપુરમાં ગાળતો, મારો સંવાદ દાદાજી સાથે શિશુઅવસ્થાથી જ વિશેષ્ા. 

બપોની વેળાએ, કે મોડીરાત્રિ સુધી કંઠસ્થપરંપરાની એમને કંઠે જળવાયેલી - સાંભળેલી કંઈ કેટલીય રચનાઓ મારા કાનમાં હજુયે ગુંજે છે. મોટે ભાગે સાંજના તેઓ અમારે ત્યાં ઘરની લાંબી ઓસરીમાં કથા વાંચતા. આ એમનો રોજિંદો ક્રમ઼ પણ હું હોઉં, ત્યારે એ ક્રમ તોડીને કશુંક મારી પાસે વંચાવે, કીર્તનો-ધોળ, જીલણિયા પદનું પઠન કરાવે અને પછી એનું વિવરણ પોતે કરે. વચ્ચે વચ્ચે દંતકથાઓ કહેતા જાય. જૂની હસ્તપતો પણ મને જ એમણે વાંચતા શીખવેલી. કઈ હસ્તપત કોણે, ક્યારે લખેલી, એ બધું મોડી રાત સુધી તેમની પાસેથી સાંભળ્યું છે. 

આ બધા વિષ્ાયોમાં કંઠસ્થપરંપરાની કંઈ કેટલીય રચનાઓનું પાન ર્ક્યાનું ઘણું યાદ છે, કેટલુંક તો નોંધ્યું પણ છે. એ નોંધમાં રામાવળા સંજ્ઞા હેઠળ કેટલીક તૂટક રચનાઓ મળે છે. 

સત્તર-અઢાર વર્ષ્ાની વયે હુતાશણી ટાણે નદીના પટમાં અમારા ગામના રૂડા રબારી અને સોંડા ગોચરને સામસામા જે હલકથી રામાવળા ગાતા સાંભળેલા એ દૃશ્ય ચિત્તમાં અકબંધ છે. દાદાજીએ મને કહેલું કે આવા તિથિના રામાવળા આપણે ત્યાં અવારનવાર આવતા, વણથલીના પાગજીબાપાએ પણ જોડેલા છે, તને વંચાવીશ. પછી બીજા દિવસે વિપ પાગના રામાવળા વાંચેલ. એમાં બહુ ઊંડું ઊતરવાનું બનેલું નહીં. અંદની ચોટને કારણે નહીં પણ કીર્તન કરતાં કદમાં ટૂંકી હોવાને કારણે, કે એના ઢાળને કારણે મને આ સાંભળવું ખૂબ ગમતું. 

યાદ છે, એક વખત દાદાજી સાથે કથા માટે ગોલિડા(તા.ચોટીલા) જવાનું બનેલું અને વળતા ચાડવા નેસમાં એક કોળી પટેલની વાડીએ મોડી રાત સુધી સામસામા ગવાતા રામાવળા સાંભળેલા. 

રામાવળા શ્રવણની તીવ્ર યાદ તો મદાવા ગામના અમારા એક યજમાનની વાડીએ શેરડીનો વાડ પીલાતો હતો ત્યારે જવાનું બનેલું ને ત્યાં જે સાંભળેલ તે છે. કડાયુમાં ગોળ રંધાઈ રહ્યો હતો, ઓઈલ એન્જિનના ભખભખ અવાજ વચ્ચે જુવાનિયાઓએ જે રામાવળા માંડેલા એ મને ઉના-ઉના ગોળ કરતાંય વધુ ગળ્યા લાગેલા.

રામાવળા સાંભળવાની લાલચથકી એકાદ વખત ખેતરે રાતવાસો કરવાનું પણ પસંદ કરેલું. આખી રાત પાણી વાળતા-વાળતા દુહા-રામાવળા એમ ચાલ્યા જ કરે... કોઠી ગામે નંદલાલ દાદા એમને અમારા રતિદાદા-ૠષ્ાિજી-યુવાવસ્થામાં જસદણના દરબારના ભાયાતો પાસે રામાવળા વાંચવા ગયેલા એ માહિતી આપેલી. મોટેભાગે ઈ.સ.1860ની સાલ હોવાનો એ સમય હશે. 
ભાવનગરથી એમણે મંગાવેલી શિલાછાપની રામાવળાની ચોપડી પણ પાપ્ત થઈ છે. રામાવળા આ રીતે મનમાં સંચિત થયા કરેલા. પછી તો મેંઘાણીની કૃતિઓમાંથી, લોકકથાગીતોના સંગ્રહોમાંથી છકકડિયા,કુંડળિયા અને ચાંવળાબંધની-કૃતિઓ રામાવળા નામે એકત્ર કરતો રહ્યો હતો.

ઈ.સ.198પ-86માં ડો.ભાયાણીસાહેબ પાચીન લિપિના વર્ગો માટે રાજકોટ પધારેલા. એમને રામાવળા વિશે વાત કરેલી. એ પછી બે-એક વર્ષ્ો એક દિવસ ઓચિંતા ઈ.સ.1988માં ભાયાણીસાહેબનો પત્ર આવ્યો કે તમે એકત્ર કરેલા રામાવળા નામની રચનાઓ હકીકતે ચાંવળાબંધની-છંદની રચનાઓ છે અને મધ્યકાલીન સાહિત્યમાં એની એક લાંબી પરંપરા છે. તમે તમારી પાસેના રામાવળા મોકલો. 

મેં ત્યારે હાથવગું હતું એ બધું ભાયાણી-સાહેબને મોકલી આપેલું અને મનમાં ભંડારેલું તો રહ્યું જ. ત્યાં ભાયાણીસાહેબનો પત્ર આવ્યો સૂઈ હરદાસના રામાવળા ચાંવળા તમારે સંપાદિત કરીને પકાશન માટે જલદીથી તૈયાર કરી આપવાના છે.
ભાયાણીસાહેબના સદ્ભાવનો સતત અનુભવ થયો છે, પાંડવળા તેમણે સંપાદિત ર્ક્યા ને રામાવળા સંપાદિત કરવાની મને તક આપી, એ નિમિત્તે મને અતીતમાં એવો તો ધકેલી દીધો કે એ કિશોરાવસ્થાના દિવસો મારામાં ફરી જીવતા થયા. સ્મૃતિમાંથી ઘણું ખોતરાયું છે, ખૂબ દુ:ખી પણ થયો છું. બહુ ઉતરડાઈ જવું પડયું છે. હવે એ રાત્રિઓ, રામાવળાની હલકો, તાપણાના આછા અજવાળે મૂછને, દાઢીને, મમળાવતા-મમળાવતા રામાવળા ગાતા કથકો, આ બધું હવે ક્યાં જોવા-સાંભળવા મળશે? હવે તો ગોળ ગાળવાવાળા- રાંધનારા-ગળિયારા પણ રહ્યા નથી. 

નિષ્ઠાથી રાતવાસો ગાળનારા મજૂરો (સાથીઓ) પણ રહ્યા નથી, હુતાશણી ટાણે હોળી ફરતે ડાંગને ટેકે ગોઠવાઈ રામાવળા ગાનારા ગોપાલકો ક્યાંક કોઈક મહાનગરના મફતિયા પરામાં પોતાના ઢોર-માલ સાથે રહેવા આવી ગયા છે, ને દૂધ વેચવાનો પોતાનો ધંધો કરતા-કરતા ટી.વી. જોવામાં મગ્ન છે. પેલા વાડીવાળા બધા ખેડૂતો ક્યાય હીરા ઘસતા બેઠા બેઠા ફિલ્મી ગીતોની કેસેટ્સ સાંભળતા હશે કે ટોળે વળીને કોઈ નવી વીડિયો કેસેટ જોતાં બેઠા હશે...ધીરે ધીરે બધું ઘસાતું જાય છે, ભૂલાતું જાય છે. આખો Context  બદલાઈ ગયો છે. આપણી સંસ્કૃતિનું જતન-સંરક્ષ્ાણ કોણ કરશે ...

કંઠસ્થપરંપરાના વિપ પાગની-મારી પાસેની ધોળ કીર્તનની નોંધપોથીમાંની   રામાવળા તરીકે ઓળખાવેલ તત્ત્વજ્ઞાનમૂલક તિથિકાવ્ય સ્વરૂપની રચનાની પાંચ કડી ઉદાહરણ તરીકે મારા દાદાજીની અપગટ નોંધપોથીમાંથી મૂકું છું.
વિપ પાગના રામાવળા
વાહન મુખકને મોદીક યારી, 
ગરવા ગુણભંડાર રે
ગજવંદન ને ગવરીનંદન, 
સુદ્ધબુદ્ધનો દાતાર
સુધબુધનો દાતાર સુંઢાળા, 
કંઠે છે મોતીની માળા
વિપ પાગ કે કરું વિનતી તારી, 
વાહન મુખકને મોદીક યારી. (1)
શંભુના સુત તમે સાર કરીને, 
અક્ષ્ાર આપજો સોય
વાણી એવી આપજો મુજને, 
ખોટ ન કાઢે કોય
ખોટ ન કાઢે કોય તો ખંતીલા, 
મુજ મતિ આપો બહુ મતિલા
વિપ પાગ કે દિલમાં દયા ધરીને, 
શંભુના સૂત તમે સાર કરીને. (ર)

હંસવાહની હાથે ચૂડો, શ્રવણ ઝબુકે જાલ રે
અણવટ ઓપે વિંછીયા વીંટી, 
ઝાંઝરનો ઝમકાર
ઝાંઝરનો ઝમકાર તે બીરાજે, 
સૂર તેનો ગગનમાં ગાજે
વિપ પાગ કે દીસે બહુ રૂડો, 
હંસવાહની હાથે ચૂડો. (3)

પડવા માટે પંડ રચ્યું છે, ચેતો મૂંઢ અજાણ
રામ રટીલે રાખ રુમાં, મુક્તિનો મેરામણ
મુક્તિનો મેરામણ તે મીઠો, 
પવનરૂપી પાંજરામાં પેઠો
વિપ પાગ કે આ શું મચ્યું છે, 
પડવા માટે પંડ રચ્યું છે.(4)

બીજે બીક નથી ભાઈ કેની, 
એક જન્મ મરણનું દુ:ખ
સંસાર સાગર સપનામાં, 
જીવ કહે દીન પામ્યો સુખ
જીવ કહે દીન પામ્યો સુખ તે એવું, 
માટે નામ નારાયણનું લેવું
વિપ પાગ કહે ત્રેવડ કર તેની, 
બીજે બીક નથી ભાઈ કેની. (પ)
અહીં લોક્સંસ્કૃતિમાં ગણેશવંદના ભારે મૌલિક્તા દાખવીને ગણેશની ભોજનપીતિ લાડુનો નિર્દેશ, ઉંદરવાહન અને ગુણવાન વ્યક્તિત્વ વિષ્ાયક વિગતો નિરૂપાઈ જણાય છે. મૂળ તોમ ાગણી પોતાની કથાકથનની પેટિયું રળવાની જે કામગીરી છે એમાં કોઈ ખોડ ન કાઢે એ માટેની પાર્થના રહી છે. સરસ્વતીના રૂપનું સુંદર વર્ણન અત્રે છે. પોતે પૂર્ણ કથાના પંડિત છે. સરસ્વતી કરતા પણ ગણપતિ પરત્વેની અપાર શ્રદ્ઘા અત્રેથી પગટે છે. 

આ છકકડિયા દુહામાં તિથિકાવ્ય છે. પણ તિથિ અંકનો નિર્દેશ શ્લેષ્ાથી ર્ક્યો છે. એમાંથી એમની કવિત્વશક્તિના પણ દર્શન થાય છે. આખું તિથિકાવ્ય જ્ઞાનમાર્ગી ધારાનું છે. પડવો એટલે એકમ અને આ શરીર નાશવંત છે એમ આરંભે જ જાણ કરીને કાવ્યની રચના કરતો વિપ પાગજી અહીં બળૂકો લાગે છે. અહીં યમક વર્ણસગાઈ પણ રચાઈ છે. પડવા માટે પંડ રામ રટી લે રાખ રુદામાં મુક્તિનો મેરામણ એમ પ, ર, મ નું આવર્તન અર્થપૂર્ણ છે. 

લોક્સમુદાયને સંસ્કારતા આવા ગામડિયા ગણાતા કથાકારો જોડકણા જેવી લાગતી શીઘ્રકવિતા જોડીને એમાં પણ પોતાની કવિપતિભાના ચમકારાનું દર્શન કરાવી જતા. લોક્સંસ્કૃતિની આ એક પરંપરા હતી. એમણે રચેલા દુહા, કુંડળિયા,ભજનો, કીર્તનો, પદો, ધોળ ખરા અર્થમાં લોક્સંસ્કૃતિની બુદ્ઘિ સંપદાનો સાંસ્કૃતિક દસ્તાવેજ હતો. જે આપણે જાળવી શક્યા નથી. ચાંવળા, રામવળા કે છકકડિયા અથવા કુંડળિયા જેવી આ રચનાઓ ગવાય ત્યારે પંક્તિના માંનું પુનરાવર્તન, પાસને કારણે પગટતો લય અને પલંબ ઢાળ ભાવક ચિત્તને આકર્ષ્ો. એક ધ્યાને સાંભળ્યા કરે. હવે એ ગાન અને શીઘ્રકવિતા શ્રવણપાનની મોજ ક્યાં માણવી? તેહિના દિવસા:....