ફિલ્મ ધુરંધર ટુનો જાદુ બોક્સ ઓફિસ પર હજી સુધી જોવા મળી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી, સ્ટાર કાસ્ટ એકદમ દમદાર હતી. આ જ ફિલ્મમાં કામ કરનારા ટીવી અને બોલીવૂડના દિગ્ગજ કલાકાર રાકેશ બેદી હાલમાં એક વિવાદને લઈને ઘણા દુઃખી થયા છે અને તેમણે એક ઈન્ટરવ્યુમાં આ વિષે ખુલીને વાત કરી હતી, આવો જોઈએ શું કહ્યું રાકેશ બેદીએ...
વાત જાણે એમ છે કે 21 વર્ષીય બોલીવૂડ એક્ટ્રેસ સારા અર્જુન અને 71 વર્ષીય રાકેશ બેદી જ્યારે ફિલ્મના ટ્રોલર લોન્ચ ઈવેન્ટ પર એકબીજાને મળ્યા ત્યારે રાકેશ બેદીએ સારાને ગાલ પર કિસ કરી હતી. આ એક કિસને કારણે રાકેશ બેદીને નેટિઝન્સ ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટ્રોલિંગ પર તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાકેશ બેદીએ સારાને પોતાની દીકરી સમાન ગણાવી આ વિવાદ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
ફિલ્મ 'ધુરંધર'ના લોન્ચ સમયે રાકેશ બેદીએ સારાના ગાલ પર કિસ કરીને તેને ગ્રીટ કરી હતી. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર નેટિઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જોકે, હવે આ મામલે 71 વર્ષીય રાકેશ બેદીએ અત્યાર સુધી સેવી રાખેલું મૌન તોડતાં પ્રતિક્રિયા આપી છે. અહીંયા તમારી જાણકારી માટે કે ફિલ્મ ધુરંધર ટુમાં રાકેશ બેદીએ પાક નેતા જમીલ જમાલીનો રોલ કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.
હાલમાં જ આપેલાં એક ઈન્ટરવ્યુમાં રાકેશ બેદીએ કિસિંગ સીનને કારણે કરવામાં આવી રહેલી ટ્રોલિંગથી દુઃખી થયેલાં એક્ટરે જણાવ્યું કે સારા તેમના માટે દીકરી જેવી છે. સોશિયલ મીડિયા પર જે રીતે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે એનાથી હું ખૂબ જ પરેશાન છું. તેમણે કહ્યું કે કલાકારો સ્ક્રિપ્ટની માંગ મુજબ કામ કરે છે. તેને અંગત જીવન સાથે જોડીને આવી અભદ્ર ટિપ્પણીઓ કરવી તે સદંતર ખોટું છે.
રાકેશ બેદીએ વધુમાં જણાવ્યું હતું સારા અને મેં 21 દિવસ સાથે કામ કર્યું છે અને મેં એને જે રીતે ગ્રીટ કરી એમાં કંઈ જ ખોટું નથી. અમે લોકો જ્યારે પણ એકબીજાને મળીએ છીએ ત્યારે આ જ રીતે મળીએ છીએ. જોકે, લોકોને તો બોલવા માટે બહાનું જ જોઈએ છે, એવું કોણ છે જેના વિશે લોકો નથી બોલતા. કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના...