Wed Sep 02 2026

Logo

દીપિકા-રણવીરના બીજા બાળકની જાહેરાત વચ્ચે જ્યોતિષીએ કરી મોટી આગાહી; સ્વાસ્થ્યને લઈને આપી ચેતવણી...

2026-04-21 14:00:00
Author: Darshana Visaria
દીપિકા-રણવીરના બીજા બાળકની જાહેરાત વચ્ચે જ્યોતિષીએ કરી મોટી આગાહી; સ્વાસ્થ્યને લઈને આપી ચેતવણી...

બોલીવૂડનું સૌથી પોપ્યુલર, ક્યુટ, અડોરેબલ અને પાવરફૂલ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી એકવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને તેમણે અક્ષય તૃતિયાના દિવસે એટલે કે 19મી એપ્રિલના સોશિયલ મીડિયા પર નાનકડા મહેમાનના આગમનની એનાઉન્સમેન્ટ પણ કરી હતી. જેવા દીપવીરે આ સમાચાર શેર કર્યા એટલે સોશિયલ મીડિયા પર તેમના પર શુભેચ્છાનો વરસાદ થવા લાગ્યો. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક જ્યોતિષીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે દીપિકા અને રણવીરને લઈને ચોંકાવનારો ખુલાસો કરતાં જોવા મળી રહ્યા છે. આવો જોઈએ શું છે આ ખુલાસો...

વાત જાણે એમ છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે બીજી વખત તેમના ઘરે કિલકારી ગુંજશે એની જાહેરાત કરી એ પહેલાં રણવીર સિંહની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર'ની જ્વલંત સફળતા બાદ દીપિકાની શાંતિ પાછળનું કારણ હવે સ્પષ્ટ થઈ ગયું છે. રણવીરના ખોળામાં બેઠેલી નાનડી દુઆએ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી હોય તેવી તસવીર ફેન્સના દિલ જીતી રહી છે.

જોકે, હવે સોશિયલ મીડિયા પર આ બધા વચ્ચે એક જ્યોતિષનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જ્યોતિષે દીપિકા અને રણવીસના નવા ઘર અને સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા કરાવે એવી ભવિષ્યવાણી કરી છે. 

 

વીડિયોમાં જ્યોતિષી કહે છે કે રણવીર અને દીપિકા માટે નવું ઘર કરિયરમાં નવી ઊંચાઈઓ અને તકો લાવશે. તેમની ઘણી અધૂરી ઈચ્છાઓ આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે. જોકે, આ નવા ઘરમાં કેટલીક એનર્જી એવી પણ છે જે શારીરિક તાણ વધારી શકે છે. એમાં પણ ખાસ કરીને પીઠનો દુખાવો અથવા નાની-મોટી ઈજાઓ થવાની શક્યતા છે, પરિણામે દીપિકા અને રણવીર બંનેએ પોતાની હેલ્થને લઈને સાવધાની રાખવાની જરૂર છે. 

વીડિયોમાં આગળ જ્યોતિષે એવી આગાહી પણ કરી હતી કે દીપિકા અને રણવીર માટે એકંદરે જીવનની આ નવી શરૂઆત સફળતા અને ખુશીઓ લાવનારી સાબિત થશે, પરંતુ તે માટે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું પણ એટલું જ અનિવાર્ય રહેશે. 

જોઈએ હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને આ નવા મહેમાનનું આગમન તેમ જ નવું ઘર કેટલું ફળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ટુની સક્સેસ બાદ દીપિકાએ સેવી રાખેલું મૌન અને નણંદ તેમ જ સાસુ સાથે કોન્સર્ટ માણવું ફેન્સને ખાસ કંઈ પસંદ આવ્યું નહોતું અને એ સમયે કપલને લઈને જાત જાતની વાતો થઈ રહી હતી. જોકે, બીજી વખતની પ્રેગ્નન્સી એનાઉન્સ કર્યા બાદ એ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે એ વાત તો નક્કી...