(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: અનંત ચતુર્દશીના શુક્રવારે થાણેમાં કુલ ૧૦,૨૮૧ ગણેશ મૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં ૨૮૧ સાર્વજનિક ગણેશ મૂર્તિનો સમાવેશ થાય છે. શુક્રવારે એક જ દિવસમાં ૧૧,૦૦૦થી વધુ ફૂલ-હારનું નિર્માલ્ય એકત્ર થયું હતું. તો ગણેશોત્સવના ૧૧ દિવસમાં ૬૧,૦૦૦થી વધુ નિર્માલ્ય એકત્ર થયું હતું, જેમાંથી હવે ખાતર બનાવવામાં આવશે.
થાણે મહાનગરપાલિકા દ્વારા બનાવેલાં કૃત્રિમ તળાવોમાં ૬,૮૬૭, ખાસ બનાવેલી ટાંકીમાં ૧,૬૨૨, મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રોમાં ૨૬, મોબાઇલ વિસર્જન સિસ્ટમમાં ૧૧ અને ખાડીઘાટ પર ૧,૭૪૫નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ ઉથલસર વોર્ડ સમિતિમાં ૨૦૯, નૌપાડા કોપરીમાં ૮૩૨, કલવામાં ૧૩૭૯, દિવામાં ૯૪૭, મુમ્બ્રામાં ૨૦૨, માજીવાડા માનપાડામાં ૨,૯૭૧, લોકમાન્ય સાવરકર નગરમાં ૭૨, વાગલેમાં ૨,૪૮૨, વર્તકનગરમાં ૧,૧૮૭, કુલ ૧૦, ૨૮૧ મૂર્તિઓનું વિસર્જન અનંતચતુદર્શીના દિવસે કરવામાં આવ્યું હતું.
અનંતચતુર્દશીના દિવસે બધા વિસર્જન ઘાટ પર કુલ ૧૧,૨૦૦ કિલો નિર્માલ્ય એકત્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર ગણેશોત્સવ દરમ્યાન કુલ ૬૧,૦૦૦ કિલો નિર્માલ્ય એકત્રિત કરવામાં આવ્યું હતું.
પાલિકાએ આપેલા આંકડા મુજબ સમગ્ર ગણેશોત્સવ સમયગાળા દરમ્યાન ૫૯,૦૦૦થી વધુ મૂર્તિના વિસર્જન થયા હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દોઢ, પાંચ, ગૌરી ગણપતિ, સાત અને અનંતચતુર્દશીના દિવસોમાં કુલ ૫૯,૭૨૨ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ટાંકી વિસર્જન સિસ્ટમમાં ૧૨,૫૮૬, મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રોમાં ૬૧૧, મોબાઇલ વિસર્જનમાં ૧૮૩, કૃત્રિમ તળાવોમાં ૩૮,૨૮૪ અને ખાડીઘાટમાં ૮,૦૫૮નો સમાવેશ થાય છે.