Tue Sep 15 2026

Logo

થાણેમાં  ખાડીમાં તરવા ગયેલા ત્રણ યુવકોના ડૂબવાથી મોત

2026-08-30 17:33:00
Author: Sapna Desai
થાણેમાં  ખાડીમાં તરવા ગયેલા ત્રણ યુવકોના ડૂબવાથી મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણે (પશ્ર્ચિમ)માં રેતી બંદરમાં મુંબઈ-નાશિક હાઈવે પાસે  ખાડીમાં ઊતરેલા ત્રણ યુવકોના ડૂબીને મૃત્યુ થયાં હતાં. 

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગણેશ વિસર્જન ઘાટ નજીક ખાડીમાં તરવા માટે  ત્રણ યુવકો  ઊતર્યા હતા પણ તેમને ખાડીના ઊંડા પાણીનો અંદાજ રહ્યો નહોતો અને તેઓ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા કલવા પોલીસ સહિત ફાયરબ્રિગેડ, થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન માટે પહોંચી ગયા હતા. 

થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે ખાડીમાંથી ત્રણે યુવકને સાંજે લગભગ ૪.૨૦ વાગ્યાની આસપાસ બહાર કાઢ્યા હતા અને કલવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મૃતકોમાં ૪૨ વર્ષના આલમ સૈયદ, ૪૨ વર્ષનો રિઝવાન સૈયદ અને ૩૦ વર્ષના સાહિત પોલંદાસનો સમાવેશ થાય છે. મૃતકો મુંબ્રાના ઠાકૂર પાડામાં રહેતા હતા.