તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે અને પોતાની નવી પોલિટીકલ પાર્ટી ટીવીકે (TVK) બનાવીને અભિનેતામાંથી પોલિટિશિયન બનનારા વિજય થલાપતિએ રાજકારણમાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો છે. હવે અભિનેતામાંથી નેતા બનનારા વિજય થલાપતિની નેટવર્થને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતના અહેવાલો વાઈરલ થઈ રહ્યા છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે વિજય થલાપતિની એક્ચ્યુઅલ નેટવર્થ કેટલી છે...
સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિએ નવી રાજકીય પાર્ટી 'તમિલગા વેત્રી કડગમ' (TVK) બનાવીને રાજકારણના મેદાનમાં ઉતર્યા હતા અને હવે તમિલનાડુમાં શાનદાર જિત સાથે સાથે વિજયે રાજનીતિના મેદાનમાં પણ શાનદાર એન્ટ્રી કરી છે. ફિલ્મી પડદે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે તેઓ રાજકીય રીતે પણ મોટા ખેલાડી બનીને ઉભર્યા છે.
વાત કરીએ વિજય થલાપતિની નેટવર્થ વિશે તો ચૂંટણી માટેની રજૂ કરેલી એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય થલાપતિની કુલ નેટવર્થ 603. 20 કરોડ રૂપિયા જેટલી છે. આ પ્રોપર્ટીમાં આશરે 404.58 કરોડ રૂપિયાની જંગમ અને 198.62 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સુપરસ્ટાર 'થલપતિ' વિજયની નવી પાર્ટી TVK એ શાસક DMK ને હરાવીને બહુમતીના આંકડા નજીક પહોંચી ગઈ છે. વિજયના બંને બેઠકો પર આગળ હોવાથી તેમના ઘરની બહાર જબરદસ્ત સુરક્ષા વધારી દેવામાં આવી છે. શું વિજય બનશે તમિલનાડુના નવા… pic.twitter.com/ZJyiOKb0oc
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
માત્ર વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન જ તેમની કમાણી 184.53 કરોડ રૂપિયા રહી છે, જેને કારણે તેમનો સમાવેશ દેશના સૌથી ધનવાન એક્ટર અને પોલિટિશિયન્સની યાદીમાં સામેલ કરે છે. લક્ઝરી લાઈફસ્ટાઈલના શોખીન વિજયના વિવિધ બેંક એકાઉન્ટ્સમાં 213 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે. વિજય પાસે બીએમડબ્લ્યુ, લેક્સસ તેમજ ટોયોટા વેલફાયર જેવી અત્યંત મોંઘી કારનો કાફલો પણ છે.
પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટમાં વિજય થલાપતિ એકદમ અગ્રેસર છે. વિજયે પોતાની પત્નીના નામે પણ 15.76 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. વિજયે ચેન્નાઈમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોમાં રોકાણ કર્યું છે, આ ઉપરાંત કોડાઈકેનાલ જેવા પર્યટન સ્થળે તેમની પાસે ખેતીની જમીન પણ છે.
ટૂંકમાં કહીએ તો વિજય થલાપતિ ફિલ્મી પડદા પર સુપરહિટ સાબિત થયા બાદ હવે રાજનીતિમાં પણ તેમનો જાદુ ચાલી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.