Sun Sep 13 2026

Logo

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જાણો કોની સામે રમશે પહેલી મેચ

2026-06-06 13:47:00
Author: Mayur Patel
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જાણો કોની સામે રમશે પહેલી મેચ

Photo Credit : India.com


મુંબઈઃ બીસીસીઆઈના હેડ ક્વાર્ટરમાં આજે પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં ભારતના આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસને લઈ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તિલક વર્માને ટીમ ઈન્ડિયાને વાઈસ કેપ્ટન બનાવાયો હતો. આ ઉપરાંત 15 વર્ષીય યુવા સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીનો પણ પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ટીમમાં બે વિકેટકિપરને સામેલ કરવામાં આવ્યા છે.

આયરલેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે,  તિલક વર્મા (વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર,  વરૂણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ

એશિયન ગેમ્સ સ્કવૉડ

આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા જાપાનમાં સપ્ટેમ્બર 2026માં રમાનારી એશિયન ગેમ્સ માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષીત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી

ભારતનો આયર્લેન્ડ પ્રવાસ (જૂન)

  • પહેલી T20: 26 જૂન, બેલફાસ્ટ
  • બીજી T20: 28 જૂન, બેલફાસ્ટ

ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ (જુલાઈ)

  • 1 જુલાઈ: પહેલી T20, ચેસ્ટર લે સ્ટ્રીટ
  • 4 જુલાઈ: બીજી T20, માન્ચેસ્ટર
  • 7 જુલાઈ: ત્રીજી T20, નોટિંગહામ
  • 9 જુલાઈ: ચોથી T20, બ્રિસ્ટલ
  • 11 જુલાઈ: પાંચમી T20, સાઉધેમ્પટન