Wed May 06 2026

Logo

તમિલનાડુમાં થલાપતિ વિજય આવતીકાલે લેશે મુખ્યમંત્રી તરીકેના શપથ

2026-05-06 18:26:36
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Image


ચેન્નાઈ: તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેની જીત બાદ સરકાર રચનાની કવાયત તેજ થઇ છે. જેમાં આજે ટીવીકેના વડા વિજયે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમજ  વિજય આવતીકાલે સવારે 10:00 વાગ્યે  મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. 

તમિલનાડુના રાજકારણમાં મહત્વનો દિવસ

તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે આ વખતની ચૂંટણીમાં બે  મુખ્ય રાજકીય પક્ષો એઆઇએડીએમકે અને ડીએમકેને હરાવીને સત્તા મેળવી છે.  જેના પગલે બુધવાર તમિલનાડુના રાજકારણમાં મહત્વનો દિવસ છે.  થલાપતિ વિજય નહેરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સ્ટેડિયમમાં 5,000 લોકોની બેઠક ક્ષમતા છે.

ટીવીકે ને કોંગ્રેસ તરફથી સમર્થન મળવાની તૈયારી

આ ઉપરાંત મળતી માહિતી મુજબ તમિલનાડુમાં સરકાર રચના અંગેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. વિજયની પાર્ટી  ટીવીકે ને કોંગ્રેસ તરફથી સમર્થન મળવાની તૈયારી છે. આ દરમિયાન અભિનેતા વિજયે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી છે. તેમણે બંનેને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં હાજરી આપશે તેવા અહેવાલ છે. 

બહુમતી માટે 118 બેઠકની જરૂર 

ટીવીકે પાસે હાલ 108 બેઠક છે. જ્યારે બહુમતી માટે 118 બેઠકની જરૂર છે. તેમજ જો કોંગ્રેસ સપોર્ટ કરે તો પણ 6 બેઠક ઓછી પડે છે. જેની માટે એઆઈએડીએમકે સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.