ન્યૂયોર્કઃ હોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ સિડની સ્વીની ફરીએકવાર એક જાહેરાતને લઈ ચર્ચામાં છે. કિસ્સો મૂળ એવો છે કે, સ્પોર્ટ્સ પ્રેડિક્શન કંપનીએ એક જાહેરાતમાં એને સાઈન કરી હતી. આ એડમાં સિડની સ્પોર્ટ્સની સામગ્રી સાથે ખૂબ જ ઓછા કપડામાં જોવા મળી છે. બસ, મામલો અહીંયાથી ગરમાયો છે. ડખો અહીંયાથી શરૂ થયો છે. આવું પહેલીવાર નથી કે, સિડની કોઈ વિવાદમાં ફસાઈ હોય. આ પહેલા પણ તે ઘણાય વિવાદમાં ફસાઈ ચૂકી છે. આનાથી જાહેરાત અને સાર્વજનિક સ્તર પર એની ઈમેજ તેમજ કંપનીના વિચાર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આની દમદાર ચર્ચા થઈ રહી છે.
42 સેકન્ડની જાહેરાતમાં છે શું?
હાલમાં જે વિવાદ છે એ એવો છે જેમાં સ્પોર્ટ્સ પ્રિડિક્શન કંપનીના 42 સેકન્ડની જાહેરાતમાં સિડની જોવા મળે છે. આ એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ જાહેરાતમાં તે સંપૂર્ણપણે ન્યૂડ છે. પણ એકપણ ફ્રેમમાં એના કોઈ પ્રાયવેટ પાર્ટ દેખાતા નથી. તેણે પોતાના બોડી પર બાસ્કેટબોલ અને અન્ય બોલથી પોતાના પ્રાયવેટ પાર્ટ કવર કરી લીધા છે. હવે તે આ જાહેરાતમાં તે સ્પોર્ટ્સ અંગે લોકોને ભવિષ્યવાણી કરવાની વાત કરે છે. સમગ્ર જાહેરાતમાં નવ વખત સ્પોર્ટ્સ શબ્દનો ઉપયોગ થયો છે. આ પછી એક સીનમાં તે પૂલ ટેબલ પર ટોપલેસ દેખાઈ રહી છે. પણ અહીંયા પણ તેના કોઈ પ્રાયવેટ પાર્ટ ક્લિયર દેખાતા નથી. ક્લિવેજ સ્પષ્ટ દેખાય છે જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. પૂલ ટેબલ પરની ફ્રેમ પર તે કહે છે કે, દર્શકો એના પર કોઈ કારોબાર ન કરી શકે પણ તે માત્ર સારી દેખાવા માગે છે. આ જાહેરાત રિલીઝ થયા બાદ પહેલા પાંચ દિવસમાં 4.5 કરોડથી વધારે વખત જોવાઈ ચૂકી છે.
10 ફોટો પર 22 લાખથી વધુ લાઈક્સ
આ સાથે તેણે જાહેરાત રિલીઝ થયા બાદ પોતાની 10 તસવીર શૅર કરી હતી. જેને 22 લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. સિડનીના ઈન્સ્ટાગ્રામ પર 2.57 કરોડ ફોલોઅર્સ છે. આ જાહેરાત સામે આવ્યા બાદ મહિલા ખેલાડીઓએ સવાલ ઊઠાવ્યો છે કે, આખરે આમા બતાવવા શું માગો છો? મહિલા જે સ્પોર્ટ્સ ક્ષેત્રે હોય એની ઓળખ એની ગેમ પર્ફોમન્સથી થાય છે, તાકાતથી થાય છે, ટ્રેનિંગથી થાય છે, સિદ્ધિથી થાય છે અને સંધર્ષથી થાય છે. આ જાહેરાતમાં સ્પોર્ટ્સને મહિલાના શરીર સાથે ક્નેક્ટ કરી દેવાયું છે. આકર્ષણ સાથે ક્નેક્ટ કરાયું છે. સ્પોર્ટ્સ કરતા ગ્લેમર વધારે દેખાય છે. શરીરના ક્ટ્સ વધારે દેખાય છે. તાજેતરમાં યુરોપિયન ચેમ્પિયનશિપમાં ચાર સુવર્ણ ચંદ્રકો જીતનાર બ્રિટિશ દોડવીર એમી હંટે આ જાહેરાતની ટીકા કરી હતી. સિડની સ્વીનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, મહિલા રમતોનું સાચું ચિત્ર સ્નાયુઓ, સખત મહેનત, લોહી, પરસેવો અને આંસુઓ દ્વારા વ્યાખ્યાયિત થાય છે.
કંપનીનું નિવેદન
ઓસ્ટ્રેલિયાની સ્વિમિંગ ચેમ્પિયન એરિયર્ન ટિટમસે કહ્યું કે, આ એડ જોઈને હું ખૂબ જ નારાજ છું. શબ્દોમાં બોલી શકાય એમ નથી. સ્પોર્ટ્સ ક્ષેત્રે જેણે પોતાની આખી જિંદગી લગાવી દીધી એવી મહિલાઓ માટે જો આ જાહેરાત અપમાન છે. સમગ્ર ટિકા પર સિડનીએ ડાયરેક્ટ કોઈ વાત કહી નથી, પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શૅર કરતા કેટલીક એવી તસવીર પોસ્ટ કરી જેમાં સેરેના વિલિયમ્સ, મેગન રેપિનો અને સૂ બર્ડ જેવી ખેલાડી તથા કેટલાક મેલ ખેલાડીઓ પણ વગર કપડાંએ ફોટોશુટ કરાવતા નજરે ચડ્યા હતા. આને સિડનીના જવાબ તરીકે જોવામાં આવે છે. આ સમગ્ર કિસ્સા પર કંપનીનું એવું કહેવું છે કે, સિડની માત્ર એક જાહેરાતમાં દેખાય એવી જ અભિનેત્રી નથી. તે કંપનીની સ્ટ્રેટજિક પાર્ટનર અને ઈક્વિસિટી હોલ્ડર છે.સમગ્ર કિસ્સા પર પીઆરઓએ જણાવ્યું હતું કે, ઈરાદાપૂર્વક આવી એડ તૈયાર કરવામાં આવી છે. વિવાદથી કંપનીને થોડો તો ફાયદો થઈ શકે છે.