જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ગોચર અને તેમની વચ્ચે બનતા દ્રષ્ટિ સંબંધો ખૂબ જ મહત્વ ધરાવે છે. 5મી માર્ચ 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્ય અને દેવગુરુ ગુરુની યુતિથી એક અત્યંત પ્રભાવશાળી 'નવપંચમ રાજયોગ' રચાવા જઈ રહ્યો છે. આ યોગ જ્યોતિષની દ્રષ્ટિએ ભાગ્યના દ્વાર ખોલનારો માનવામાં આવે છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજથી એટલે કે પાંચમી માર્ચ 2026ની રાત્રે 10:41 વાગ્યે સૂર્ય અને ગુરુ એકબીજાથી બરાબર 120 ડિગ્રીના અંતરે આવશે. અત્યારે સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન છે, ત્યારે ગુરુ સાથેનો આ 120 ડિગ્રીનો સંબંધ 'નવપંચમ રાજયોગ'નું નિર્માણ કરશે. આ રાજયોગનો પ્રભાવ આગામી 4થી 5 દિવસ સુધી રહેશે.
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યને આત્મા, સફળતા અને પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે, જ્યારે દેવગુરુ ગુરુને સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને ધનના દાતા માનવામાં આવે છે. જ્યારે આ બે પ્રબળ ગ્રહો નવપંચમ યોગ બનાવે છે, ત્યારે વ્યક્તિના જીવનમાં અટકેલા કાર્યો ગતિ પકડે છે અને આધ્યાત્મિક તેમજ ભૌતિક ઉન્નતિ થાય છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ...
મિથુનઃ
મિથુન રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરો સાથ મળી રહ્યો છે. મિથુન રાશિના જાતકો માટે આ રાજયોગ વરદાન સમાન સાબિત થશે. તમારા અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળશે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોને આ સમયગાળામાં અચાનક શુભ ફળ પ્રાપ્ત થશે. ઓફિસમાં બોસ તમારા કામથી પ્રભાવિત થશે અને તમને મોટી જવાબદારી સોંપી શકે છે. આ સમયગાળામાં તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. લવ લાઈફમાં મધુરતા આવશે અને સંબંધો ગાઢ બનશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયી રહેવાનું છે. મકર રાશિના જાતકો માટે આ રાજયોગ આર્થિક રીતે અત્યંત ફાયદાકારક રહેશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. બેરોજગાર જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. જે લોકો લોન લેવા ઈચ્છતા હોય તેમને સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે.