Fri Sep 04 2026

Logo

આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ! કર્ક રાશિમાં બનશે ચાર ગ્રહોની યુતિ, જાણો કઈ રાશિઓને થશે બમ્પર ધનલાભ

2026-08-12 17:27:01
Author: Darshana Visaria
આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ! કર્ક રાશિમાં બનશે ચાર ગ્રહોની યુતિ, જાણો કઈ રાશિઓને થશે બમ્પર ધનલાભ

આજે હરિયાળી અમાવસ્યાના પવિત્ર પ્રસંગે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, આ સૂર્યગ્રહણ સમયે કર્ક રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ એમ ચાર મુખ્ય ગ્રહોની યુતિથી અત્યંત દુર્લભ 'ચતુર્ગ્રહી યોગ' રચાઈ રહ્યો છે.

ભારતીય સમય અનુસાર, આ સૂર્યગ્રહણ આજે રાત્રે 9.04 વાગ્યે શરૂ થશે અને આવતીકાલે એટલે કે 13મી ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 1.27 વાગ્યે પૂર્ણ થશે. જોકે આ ગ્રહણ ભારતમાં દૃશ્યમાન ન હોવાથી તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ ગ્રહણ તમામ 12-12 રાશિઓ પર ઊંડી અસર છોડશે. તેમાંથી 4 ભાગ્યશાળી રાશિઓ માટે આ સૂર્યગ્રહણ અત્યંત શુભ અને આર્થિક સમૃદ્ધિ લાવનારું સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ...

મેષ:
મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ કારકિર્દી અને નાણાકીય મોરચે નવી આશા લાવશે. લાંબા સમયથી અટકેલાં કાર્યો ઝડપથી પૂરાં થશે. નોકરીયાતોને પ્રમોશન અથવા ઈચ્છિત સ્થાને નવી ઓફર મળી શકે છે. આર્થિક લાભ માટે અણધારી તકો મળશે.

મિથુન:
મિથુન રાશિના લોકો માટે આ સમય નાણાકીય સ્થિતિ મજબૂત બનાવનારો અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરનારો રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. જૂના અટકેલા પૈસા કે લોન પરત મળી શકે છે. મિલકત કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ અનુકૂળ સમય છે.

સિંહ:
સૂર્ય પોતે સિંહ રાશિનો સ્વામી હોવાથી, આ ગ્રહણ બાદ સમાજ અને કાર્યસ્થળ પર સિંહ રાશિના લોકોના માન-સન્માન, વર્ચસ્વ અને પ્રભાવમાં વધારો થશે. તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. વ્યાપારીઓને કોઈ મોટો બિઝનેસ સોદો કે ઓર્ડર મળી શકે છે.

ધન:
આ સૂર્યગ્રહણના પ્રભાવથી ધનુ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. વિદેશ યાત્રા કે લાંબા અંતરનો પ્રવાસ શક્ય બનશે, જે લાભદાયી નીવડશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળશે.