મુંબઈ: લોકસભાનાં સાંસદ સુપ્રિયા સુળેની દીકરી રેવતીના તાજેતરમાં લગ્ન થયા હતા. રેવતીએ નાગપુરના બિઝનેસમેન અને રાજનેતા અરુણ લખાણીના દીકરા સારંગ લાખાણી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર લગ્નના પ્રી-વેડિંગ સમારોહના કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં બોલીવુડના કિંગ ખાન દુલ્હા-દુલ્હન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
20 જૂનના શનિવારે મુંબઈમાં આયોજિત લગ્ન સમારંભમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન સહીત અન્ય ઘણા ફિલ્મ જગતના દિગ્ગજો હાજર રહ્યા હતા. ઉપરાંત, અંબાણી પરિવાર સહિતના જાણીતા ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર્સમાં સલમાન ખાન, રણબીર કપૂર, શાહરુખ ખાન સહિત અન્ય સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તેમના વીડિયો પણ વાયરલ થયા હતા.

પરિવાર સાથે પહોંચ્યા બિગ-બી
આ લગ્નમાં બોલીવુડના બિગ-બી પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. અમિતાભ બચ્ચને સફેદ કુર્તા-પાયજામા અને સ્ટેટમેન્ટ શાલમાં એકદમ શાહી અંદાજમાં જોવા મળ્યા હતા. બીજી તરફ જયા બચ્ચન પિંક રંગની સાડીમાં સુંદર લાગી રહી હતી. તેમની દીકરી શ્વેતાએ પણ સાડી પહેરી હતી.
#WATCH | Mumbai: Reliance Industries Limited Chairman and Managing Director Mukesh Ambani and his wife and Founder and Chairperson of Reliance Foundation, Nita Ambani arrive at the Jio Convention Centre to attend the wedding of NCP (SCP) MP Supriya Sule's daughter, Revati Sule. pic.twitter.com/6dfnoBCyHq
— ANI (@ANI) June 20, 2026
બિગ બી સાથે અનિલ અંબાણી પણ જોવા મળ્યા
એ સમયે બચ્ચન પરિવાર, અંબાણી પરિવાર સાથે જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચનની નીતા અંબાણી સાથે મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી હતી. મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિક મર્ચંટ રેવતીના લગ્નમાં પહોંચ્યા હતા, જેમાં સાસુ-પુત્રવધુ રાધિકાએ મેચિંગ કલરની સાડી પહેરી હતી, જ્યારે તેમની બિગ બી પણ સાસુ-વહુ સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. અંબાણી પરિવારની સાથે બિગ સાથે અનિલ અંબાણી પણ જોવા મળ્યા હતા. બિગ બી અને અનિલ અંબાણી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
કિંગ ખાને રેવતી અને વરરાજા સાથે કર્યો ડાન્સ
લગ્ન સમારંભ વખતે બોલીવુડના કિંગ ખાન મ્યુઝિક સેરેમની વખતે રોનક જમાવી હતી. મ્યુઝિક કાર્યક્રમમાં શાહરુખ ખાને રેવતી અને વરરાજા સાથે મનમૂકીને ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત, બોલીવુડના ચોકલેટી બોય રણબીર કપૂર પણ સ્ટાઈલિશ ડેશિંગ અંદાજમાં જોવા મળ્યા હતા. રણબીરના આ સ્ટાઈલિશ લૂકને સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ અભિનેતા અને સાંસદ રવિ કિશન પણ પોતાની પત્ની સાથે લગ્નમાં હાજર થયા હતા અને તેમની હાજરીએ પણ લગ્નની શોભા વધારી હતી.