Mon Oct 05 2026

Logo

મુંબઈના બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અબુ સાલેમની મુકિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી...

2026-02-16 16:04:51
Author: Chandrakant Kanoja
મુંબઈના બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અબુ સાલેમની મુકિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી...

નવી દિલ્હી : મુંબઈના વર્ષ 1993 બોમ્બ વિસ્ફોટ કેસમાં  દોષિત ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ અબુ સાલેમ મુક્ત થવાની અરજી ફગાવી દીધી છે. બોમ્બે  હાઈકોર્ટે પણ અબુ સલેમની જામીન અરજી 10 દિવસ પૂર્વે ફગાવી દીધી હતી. અબુ સાલેમે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે પોર્ટુગલ સાથેના પ્રત્યાર્પણ કરાર હેઠળ  તેની સજા 25 વર્ષથી વધુ ન હોઈ શકે અને તે પહેલાથી જ આટલી કે તેથી વધુ સજા ભોગવી ચૂક્યો છે. જોકે, તેની અરજી  ફગાવી દેવામાં આવી હતી. 

બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો

સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે ટિપ્પણી કરી હતી કે તમને ટાડા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તમે સમાજનું કોઈ ભલું કરવા માટે જેલમાં નથી. કોર્ટે કહ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટે સજા અને દસ્તાવેજોની ગણતરીના આધારે કેસની સુનાવણી કરવી જોઈએ. તેણે વચગાળાના જામીન અથવા વહેલી સુનાવણી માટે હાઈકોર્ટમાં અપીલ કરવાનું પણ કહ્યું હતું. આ અરજી મુખ્યત્વે મુક્તિ અથવા જામીન સંબંધિત હતી. જોકે, ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે એક અલગ કેસમાં અબુ સાલેમની અરજી ફગાવી દીધી હતી.

બોમ્બે હાઈકોર્ટે અબુ સાલેમ પણ અબુ સાલેમની જામીન અરજી  ફગાવી હતી 

આ ઉપરાંત 10 દિવસ પૂર્વે  બોમ્બે હાઈકોર્ટે અબુ સાલેમની ઇમરજન્સી પેરોલ અરજી ફગાવી દીધી હતી કારણ કે તે પોલીસને એસ્કોર્ટ ચાર્જ ચૂકવી શક્યો ન હતો. તેણે  પોલીસને  રૂપિયા 17.60  લાખ ચૂકવવાના હતા. જેમાં  તે તેના ભાઈના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં હાજરી આપવા માટે આઝમગઢ જવા માંગતો હતો. આ હેતુ માટે તે જામીન મળી હોત  પરંતુ તે જામીનની રકમ આપવામાં નિષ્ફળ ગયો હતો. જેના લીધે  તેની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી.