નવી દિલ્હી: દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જેમાં પૂર્વ આઇપીએસ અધિકારી યશોવર્ધન આઝાદ અને પેલેટ ગનથી ઘાયલ બે પીડિતોની અરજી પર કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે પેલેટ ગનનો રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ આપ્યો છે.આ અરજીમાં તેમણે જાહેર સભામાં ભીડને કાબૂમાં લેવા પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
આરએએફ કર્મચારીઓના દારૂગોળાના રેકોર્ડ સાચવવાનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વિરોધ પ્રદર્શન દરમિયાન જંતર-મંતર પર તૈનાત આરએએફ કર્મચારીઓના દારૂગોળાના રેકોર્ડ સાચવવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ દિલ્હી સરકારને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પેલેટ ગનથી ઘાયલ થયેલા વ્યક્તિઓને યોગ્ય તબીબી સારવાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે પેલેટ ગનના ઉપયોગ વિરુદ્ધ ઇન્ટેલિજન્સ બ્યુરો ના ભૂતપૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.
ઇજા માટે કાયદા હેઠળ વળતર મેળવવા હકદાર
આ અરજીમાં જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામે રેપિડ એક્શન ફોર્સ (RAF) દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે સંસદ માર્ચ માટે શાંતિપૂર્ણ રીતે એકત્ર થયેલા વિરોધીઓ પર આરએએફ કર્મચારીઓએ પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો.જેમાં નાગરિકોને થયેલી ઇજા માટે કાયદા હેઠળ વળતર મેળવવા હકદાર છે.