જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને ગુરુનો મેળાપ હંમેશા અત્યંત શુભ અને પ્રગતિદાયક માનવામાં આવે છે. એપ્રિલ 2૦26ના પહેલાં જ અઠવાડિયામાં આ બંને પ્રબળ ગ્રહો 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' રચી રહ્યા છે, જે અમુક ખાસ રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિ એકબીજા પર શુભ નજર નાખે છે, ત્યારે રાજયોગ જેવું સુખ પ્રાપ્ત થાય છે. આ સંયોગ માન-સન્માન, કરિયર અને આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મિથુન:
ગ્રહોના રાજા સૂર્ય અને દેવગુરુ ગુરુની એકબીજા શુભ દ્રષ્ટિ નાખીને જે કેન્દ્ર દ્રષ્ટિ યોગ મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી આર્થિક તંગી દૂર થશે. જો પ્રોપર્ટીના વિવાદો હશે, તો તેનો સુખદ ઉકેલ આવશે. ભાગ્યનો સાથ મળવાથી કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરશો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે એપ્રિલ મહિનાનો પહેલો અઠવાડિયો અનુકૂળ અને ખુશહાલી લઈને આવશે. વેપાર કરી રહેલાં વેપારીઓ માટે આ સમયગાળો એકદમ સોના જેવો સાબિત થશે, ખાસ કરીને સોના-ચાંદી કે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે. પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને રોકાણથી મોટો ફાયદો મળી શકે છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આ સમયહાળો હસી-ખુશી અને સફળતા લઈને આવવાનો છે. આ સમયે તમારી વર્ષો જૂની કોઈ મનોકામના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. અણધાર્યા ધનલાભની સાથે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. નવું સાહસ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. જીવનસાથી આ સમયે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે.
મીન:
મીન રાશિને આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ અને પારિવારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે અને તમારી મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહી છે. આ સમયે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી રહી છે. જીવનસાથી તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.