Mon Sep 14 2026

Logo

મુંબઈમાં મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2 MBA વિદ્યાર્થીઓના મોત

2026-04-14 15:30:33
Author: Savan Zalariya
મુંબઈમાં મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના ઓવરડોઝથી 2 MBA વિદ્યાર્થીઓના મોત

મુંબઈ: શહેરના યુવાનો નશાના ભરડામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર દાખલો નોંધાયો છે. એક મ્યુઝીક કોન્સર્ટ દરમિયાન ડ્રગનું સેવન કર્યા બાદ બે MBA વિદ્યાર્થીઓના મોત થતા ખળભળાટ મચી ગયો છે. 

અહેવાલ મુજબ 11 એપ્રિલની રાત્રે ગોરેગાંવના નેસ્કો સેન્ટરમાં લગભગ 4,000 લોકો એક મ્યુઝીક કોન્સર્ટમાં એકઠા થયા હતાં, જેમાં એન્ટ્રી માટે ફી રૂ.2,000 હતી. આ કોન્સર્ટ દરમિયાન કેટલાક કેટલાક લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત ડ્રગ MDMA સેવન કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ ડ્રગનો ઓવર ડોઝ કર્યો હતો, જેને કારણે તેમની તબિયત લથડી હતી. 

અહેવાલ મુજબ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ, ત્રણ વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
અહેવાલ મુજબ હોસ્પિટલના 24 વર્ષીય યુવતી અને 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું, જ્યારે 25 વર્ષીય યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી છે. હોસ્પિટલમાં હાજર ડોકટરોએ પુષ્ટિ આપી છે કે બંનેના મૃત્યુનું કારણ ડ્રગ્સનું ઓવરડોઝ હતું.

સુત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા એક વિદ્યાર્થીએ કાર્યક્રમમાં જતી વખતે ટેક્સીમાં એક પીલ ખાધી હતી. બાદમાં કોન્સર્ટ દરમિયાન બીજી પીલ લીધી હતી, જેના કારણે તેનું ઓવરડોઝ થઈ ગયું.

અહેવાલ મુજબ ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સ પર એક વિદ્યાર્થી જ છે, પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી છ થી સાત ડ્રગ્સની પિલ્સ મળી આવી છે, આ ડ્રગ્સ મુંબઈની બહારથી મંગાવવામાં આવ્યું હતું.
ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, નેસ્કો ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટના ડાયરેક્ટ અને સિક્યોરિટી ફાર્મના કર્મચારીઓ અને બે અન્ય વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.