Tue Sep 08 2026

Logo

સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ

2026-05-15 09:49:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ

મુંબઇઃ શુક્રવારે સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી સામાન્ય વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ ગુરુવારના સેશનમાં 75,398.72ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારના સેશનમાં સેન્સેક્સ 75,497.10ની સપાટીએ ખુલ્યો હતો. સેન્સેક્સ 98.38ના વધારા સાથે ઓપન થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ગુરુવારના સેશનમાં 23,689.60ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારના સેશનમાં નિફ્ટી 41.08 પોઇન્ટના વધારા સાથે 23,731.40ની સપાટીએ ઓપન થયો છે. 

સેક્ટર પર નજર કરીએ તો આઇટી અને ઓટો સેકટરમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો છે. જ્યારે મેટલ અને બેંકિંગ સેક્ટરમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. પ્રારંભિક કારોબારમાં નિફ્ટી મેટલ, PSU બેંક અને રિઅલ્ટી ઇન્ડેક્સમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો હતો. મિડકેપ શેરો ફ્લેટ કારોબાર દર્શાવતા હતા જ્યારે સ્મોલકેપમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળ્યો તો fmcg શેરો સામાન્ય વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યા. 

નિફ્ટી ગેઇનર્સમાં TMPV, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીનો સમાવેશ થતો હતો. આ શેરો લગભગ 2 ટકાથી 5 ટકા સુધીની તેજી દર્શાવી રહ્યા હતા. બીજી તરફ હિન્દાલ્કો, એસબીઆઇ, રિલાયન્સના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું.