Fri Oct 02 2026

Logo

સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયાએ આયર્ન ઑરના સ્રોત માટે એનએમડીસી સાથે કરાર કર્યા

2026-09-09 19:53:30
Author: Ramesh Gohil
સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયાએ આયર્ન ઑરના સ્રોત માટે એનએમડીસી સાથે કરાર કર્યા

નવી દિલ્હીઃ સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયાએ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં જાહેર ક્ષેત્રની ખનન કંપનીની આગામી સુવિધાઓમાંથી આયર્ન ઑરના સ્રોત માટે એનએમડીસી સાથેના કરાર પર સહીસિક્કા કર્યા છે. 

આ કરારનો મુખ્ય હેતુ તેના ઈન્ટિગે્રટેડ સ્ટીલ ઉત્પાદનની આવશ્યકતા માટે લાંબા સમયગાળા સુધી 61થી 63 ટકા ફેરસ ધરાવતા ગે્રડ આયર્ન ઑર ફાઈન્સની સાતત્યતાપૂર્ણ ઉપલબ્ધિ જળવાઈ રહે એ માટે હોવાનું સ્ટીલ એક્સચેન્જ ઈન્ડિયા લિ.એ તાજેતરમાં સ્ટોક એક્સચેન્જને એક યાદીમાં જણાવ્યું છે. 

આ સમજૂતી કરાર એનએમડીસીના વિશાખાપટ્ટનમ ખાતેના આગામી બફર સ્ટોક અને બ્લેન્ડિંગ યાર્ડમાંથી મેળવેલા સુસંગત ગે્રડ આયર્ન ઑપ ફાઈન્સના પુરવઠા અને પ્રાપ્તિ માટેના એક વેપારી અને કાર્યકારી માળખુ પ્રસ્થાપિત કરે છે, એમ કંપનીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી બફર હબમાંથી સીધી ખરીદી વિજયનગરના પ્લાન્ટ કામગીરી માટે સીમલેસ લોજિસ્ટિક, ઓછા નૂરભાડા અને ન્યૂનતમ પરિવહન સમયગાળાની ખાતરી પણ આપે છે. 
વધુમાં આ સમજૂતી કરાર નજીકના ભવિષ્યની વિસ્તરણ યોજનાઓને ટેકે આપે તેવી અપેક્ષા હોવાનું કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું.