Mon Sep 07 2026

Logo

મુંબઈમાં એલઆઈસીની ઇમારતોના રિડેવલપમેન્ટનો માર્ગ ખુલ્લો થશે, સેંકડો પરિવારોને રાહત મળશે

2026-04-03 19:26:00
Author: Vipul Vaidya
મુંબઈમાં એલઆઈસીની ઇમારતોના રિડેવલપમેન્ટનો માર્ગ ખુલ્લો થશે, સેંકડો પરિવારોને રાહત મળશે

કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે ત્રણ મહિનામાં સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દક્ષિણ મુંબઈમાં જૂની અને જર્જરિત એ  મંગલપ્રભાત લોઢા નાણા પ્રધાનને મળ્યા હતા અને તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. 

દક્ષિણ મુંબઈના વિવિધ વિસ્તારોમાં એલઆઈસી અને દેના બેંકની ઘણી જૂની અને જર્જરિત ઇમારતો છે. આ ઇમારતોમાં રહેતા સેંકડો ભાડૂઆતો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ ઇમારતોમાંથી ઘણી લગભગ 90 વર્ષ જૂની છે. દરમિયાન, મ્હાડાની નોટિસ બાદ ઘણા ભાડૂતોએ ઇમારતો ખાલી કરી દીધી છે.

છેલ્લા ચાર વર્ષથી લોઢા આ ઇમારતોના રહેવાસીઓની સમસ્યાઓના નિરાકરણ માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. મ્હાડા, એલઆઈસી અને કેન્દ્રીય સ્તરે તેમના પ્રયાસો ચાલુ છે. હવે, તેમણે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો સીધો સંપર્ક કર્યો છે અને ભાડૂતોની ચિંતાઓ તેમની સાથે ઉઠાવી છે.
ભાડૂતોના સંગઠનના જણાવ્યા અનુસાર, પુનર્વિકાસ પ્રક્રિયામાં ઘણો વિલંબ થયો છે, અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ (પીએમસી)ની નિમણૂક હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવી નથી.

એલઆઈસીના અધિકારીઓ કહે છે કે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ બે વર્ષ લાગી શકે છે. દરમિયાન, ચોમાસાની ઋતુ નજીક આવતા ભાડૂતો ભય અને અસુરક્ષાનું વાતાવરણ અનુભવી રહ્યા છે.આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતા, નાણા પ્રધાને આગામી ત્રણ મહિનામાં સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી છે, એમ લોઢાની ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે.