Sun Sep 13 2026

Logo

સાઉથ આફ્રિકા 8/169 સુધી સીમિતઃ હવે ન્યૂ ઝીલૅન્ડના બૅટ્સમેનોની અગ્નિપરીક્ષા...

2026-03-04 21:17:27
Author: Ajay Motiwala
સાઉથ આફ્રિકા 8/169 સુધી સીમિતઃ હવે ન્યૂ ઝીલૅન્ડના બૅટ્સમેનોની અગ્નિપરીક્ષા...

PTI


કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલ (Semi fina)માં સાઉથ આફ્રિકાની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ શરૂઆતના ધબડકા બાદ છેવટે 20 ઓવરમાં આઠ વિકેટે 169 રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી.

માર્કો યેનસેન (પંચાવન રન, 30 બૉલ, પાંચ સિક્સર, બે ફોર) આ ઇનિંગ્સનો સૂત્રધાર હતો. તેની ફટકાબાજીએ જ 2024ની રનર-અપ ટીમને 150-પ્લસનો સન્માનજનક સ્કોર અપાવ્યો. જોકે સામા છેડે કિવીઓની ટીમના સ્પિનર અને પેસ બોલર્સ બન્નેએ સાઉથ આફ્રિકાની ટીમ પર હલ્લો બોલાવ્યો. સ્પિનર કોલ મૅકોન્કિ તથા રચિન રવીન્દ્રએ બે-બે વિકેટ અને પેસ બોલર મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ પેસ બોલર લૉકી ફર્ગ્યુસન અને પીઢ જેમ્સ નીશૅમે લીધી હતી.

PTI

પહેલા 12 રનમાં સાઉથ આફ્રિકનોએ બે વિકેટ ગુમાવી અને એ બન્ને વિકેટ ઑફ સ્પિનર કોલ મૅકોન્કિએ લીધી હતી. ત્યાર પછી ભારતીય મૂળના લેફ્ટ-આર્મ સ્પિનર રચિન રવીન્દ્રએ માર્કરમ (Markram)ની ટીમની ખબર લેવાની શરૂઆત કરી હતી. તેણે બે ઓવરમાં એઇડન માર્કરમ (18 રન) અને ડેવિડ મિલર (છ રન)ની વિકેટ લીધી ત્યાર પછી જેમ્સ નીશૅમે પણ હાથ સાફ કરી લીધો હતો. તેણે મુખ્ય આક્રમક બૅટ્સમૅન ડેવાલ્ડ બે્રવિસ (34 રન, 27 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ને કૅપ્ટન સૅન્ટનરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

ટ્રિસ્ટેન સ્ટબ્સે ફક્ત 29 રન કર્યા હતા, પરંતુ તેણે અણનમ બૅટ્સમૅન યેનસેન (JANSEN) સાથે 73 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. એક તબક્કે 77 રનમાં પાંચ વિકેટ પડી ચૂકી હતી, પણ ત્યાર બાદ સ્ટબ્સ-યેનસેને સ્કોર 150 રન સુધી પહોંચાડ્યો હતો અને એ સ્કોર પર સ્ટબ્સે વિકેટ ગુમાવી હતી.