Sun Jul 26 2026

Logo

'ખોટી રીતે અટકાયત કરાઇ છે' સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવા રાખી 3 શરત

2026-07-20 08:45:00
Author: Mumbai Samachar Team
Article Image

સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાના પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. વાંગચુકે સોશિયલ મીડિયા પર એક પત્ર પોસ્ટ કર્યો છે તેમાં હડતાળ સમાપ્ત કરતા પહેલા તેમણે સરકાર સમક્ષ કેટલીક શરતો રાખી છે. તેમનું કહેવું છે કે સરકાર જો તેમની ત્રણમાંથી કોઇ એક શરત પણ પૂરી કરશે તો તેઓ પોતાના ઉપવાસ તોડી નાંખશે. વાંગચુકે પોતાની માંગણીઓમાં શિક્ષણ વ્યવસ્થામાં તાજેતરની નિષ્ફળતા, પેપર લીક વગેરેની જવાબદારી ઉપાડી લે.  

વાંગચુકે પોતાની બીજી શરતમાં કહ્યું છે કે તે જો તે અને CJPને સંસદ સુધી પહોંચવા દેવાય અને જુદા જુદા રાજકીય પક્ષો અને નેતાઓ તેમને સંસદમાં આ વિષયને પ્રાયોરિટીમાં ઉઠાવવાનું આશ્વાસન આપે તો તેઓ ભૂખ હડતાળ સમાપ્ત કરી દેશે. ત્રીજી શરતમાં તેમનું કહેવું છે કે જો મારી તબિયત અને બીજા કોઇ કારણોસર તે શક્ય ન બને તો જુદી જુદી પાર્ટીઓના સાંસદ અને નેતાઓ હોસ્પિટલમાં આવીને મારી શરતોને પૂરા કરવાનું આશ્વાસન આપે.

વાંગચુકે લેટરના અંતમાં લખ્યું, 'સફદરજંગ હોસ્પિટલમાં ગેરકાયદે નજરબંદીથી મારા આવવા-જવા, બોલવા-ચાલવા અને વાતચીત કરવાની આઝાદી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

મહત્વપૂર્ણ બાબત એ છે કે દિલ્હીના જંતરમંતર પર હજુ ધરણા પ્રદર્શન ચાલુ છે અને પોલીસે 3 લેયરમાં બેરિકેડિંગ લગાવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે પ્રદર્શનકારીઓએ બળજબરીથી બેરિકેડિંગ  હટાવી લીધા. સોમવારથી સંસદનું મોનસુન સેશન શરુ થઇ રહ્યું છે. જેના પગલે પોલીસ અને સુરક્ષાદળોના જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. 

સફદરજંગ હોસ્પિટલમાં ‘ગેરકાયદે અટકાયત’નો આરોપ

વાંગચુકે અંતમાં સફદરજંગ હોસ્પિટલમાં પોતાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમણે હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે તેઓ ગેરકાયદે અટકાયતનો સામનો કરી રહ્યા છે. 

મહત્વપૂર્ણ છે કે સોનમ વાગચુક CJPના આંદોલનમાં સામેલ થઇને 28 જૂનથી ઉપવાસ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા, NEET સહિતની પરીક્ષાઓના પેપર લીક, પરીક્ષા અનિયમિતતાઓ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને વિદ્યાર્થીઓ મુદ્દે સરકારની જવાબદારીની માગ સામેલ છે.