Fri Aug 21 2026

Logo

સોનાક્ષી સિન્હાએ ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કા શર્માને કરી અનફોલો, સોશિયલ મીડિયા પર બબાલ

2026-08-05 21:34:55
Author: Mumbai Samachar Team
Article Image

સોનાક્ષી સિન્હાએ ઈંસ્ટાગ્રામ પર અચાનક અનુષ્કા શર્માને અનફોલો કરી દેતા સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અને લોકોએ આ અનફોલોની પેટર્ન પાછળ એક થિયરી પણ બનાવી દીધી છે. હવે સોશિયલ મીડિયા પર આ થિયરી સાચી છે કે ખોટી એ બાબતની ચર્ચા લોકો કરી રહ્યા છે. 

યુઝર્સના મતે આ અનફોલો કરવા પાછળનું કારણ વિરાટ અને અનુષ્કાની વધી રહેલી ધાર્મિક પોસ્ટ છે. જ્યારથી વિરાટ કોહલી અને અનુષ્કાએ સનાતન ધર્મને લગતી અને ધર્મ અને અધ્યાત્મને લગતી પોસ્ટ કરવાની શરૂઆત કરી છે. ત્યારથી સોનાક્ષી સિન્હાએ  અનુષ્કા શર્માને અનફોલો કરી છે. આ જ વાતને આધાર બનાવીને યુઝર્સ આ જ કારણથી સોનાક્ષી સિન્હાએ અનુષ્કાને અનફોલો કરી હોવાનું તારણ કાઢી રહ્યા છે. 

લોકો દાવો કરી રહ્યા છે કે જ્યારથી વિરાટ અને અનુષ્કાએ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીઘી અને તે ફોટો શેર કર્યા હતા બસ ત્યારથી જ અનફોલોની પેટર્ન શરુ થઇ હતી. જો કે અનુષ્કા હજી પણ સોનાક્ષીને ફોલો કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે જયારે અનુષ્કાએ ડોગ વેલ્ફેર માટેની પોસ્ટ શેર કરી હતી ત્યારે સોનાક્ષીએ તેની ખુબ જ સરાહના કરી હતી તે પોસ્ટને સોશિયલ મીડિયા પર સ્ટોરી મારફતે શેર પણ કરી હતી. જયારે મોહમ્મદ શમી ટ્રોલ થયો હતો ત્યારે વિરાટ કોહલીએ તેનો બચાવ કર્યો હતો. તે સમયે સોનાક્ષીએ તેની ખુબ જ તારીફ કરી હતી. એ સમયે તે વિરાટ અને અનુષ્કા બંનેને ફોલો કરતી હતી. 

પણ હવે તેણે અચાનક અનુષ્કાને અનફોલો કરી દેતા લોકો આની પાછળ તેના ધાર્મિક કારણ ને જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હાએ જૂન 2024માં 7 વર્ષના પ્રેમ સંબંધ બાદ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તેને ઘણા ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે લોકો આ બંને બાબતને જોડીને અલગ અલગ થિયરી સોશિયલ મીડિયા મારફતે ઘડી રહ્યા છે. જોકે સોનાક્ષી સિન્હા દ્વારા આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.