Wed Apr 22 2026

Logo

આજનું રાશિફળ (17-03-26): કોની તિજોરી ભરાશે અને કોને મળશે નવી નોકરી? મેષથી મીન રાશિ માટે કેવો રહેશે દિવસ...

2026-03-17 00:00:26
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચંદ્રનું ભ્રમણ તમારા પક્ષમાં રહેવાથી માનસિક સંતુલન જળવાઈ રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થશે અને લાંબા સમયથી અટકેલું પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ મળવાના સંકેતો છે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનમાં મધુરતા રહેશે અને પિતાના માર્ગદર્શનથી મોટો આર્થિક નિર્ણય લઈ શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે, પરંતુ વધુ પડતા ઉત્સાહમાં આવીને સાહસિક કાર્યો ન કરવા. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થશે. 

 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ મિશ્ર ફળદાયી રહેશે. આજે આવકના નવા સ્ત્રોત ઉભા થશે, પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચાઓ પણ આવી શકે છે. વેપારીઓએ ઉધાર આપવાનું ટાળવું જોઈએ, નહીં તો નાણાં ફસાઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે અને જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. ઓફિસમાં સહકર્મીઓ સાથે સ્પર્ધા વધી શકે છે, તેથી તમારા કામ પર ધ્યાન આપવું. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી આપશે. ગળા કે છાતીમાં સામાન્ય તકલીફ જણાય તો તુરંત ઉપચાર કરવો. વિદ્યાર્થીઓને માનસિક અને બૌદ્ધિ બોજમાંથી મુક્તિ મળશે. 

 

મિથુન: 

આજનો દિવસ આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. વેપારી વર્ગ માટે આજનો દિવસ અત્યંત લાભદાયી રહેશે, ખાસ કરીને વિદેશી વ્યાપાર સાથે જોડાયેલા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ મહત્વના સામાજિક કાર્યમાં તમારી ભૂમિકાની પ્રશંસા થશે. સંતાનોના અભ્યાસ કે કરિયર બાબતે ચાલી રહેલી ચિંતા દૂર થશે. ઘરમાં કોઈ મંગળ પ્રસંગની રૂપરેખા તૈયાર થઈ શકે છે. બિનજરૂરી ચર્ચાઓમાં સમય બગાડવો નહીં. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. યોગ અને ધ્યાન કરવાથી તમારી નિર્ણયશક્તિ મજબૂત બનશે.

 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવશે. આજે ભાગ્યોદયના યોગ છે, જેનાથી અટકેલા સરકારી કે કાનૂની કામોમાં ગતિ આવશે. નોકરીયાત વર્ગને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જે તમારા ભવિષ્ય માટે શ્રેષ્ઠ રહેશે. પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદો શાંતિથી ઉકેલાતા જણાશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને જેમને જૂની માંદગી હતી તેમને રાહત મળશે. રોકાણ માટે દિવસ અનુકૂળ છે, પરંતુ લાંબા ગાળાના આયોજન પર ધ્યાન આપવું. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં વધુ નિકટતા આવશે. રાત્રિના સમયે હળવો ખોરાક લેવો.

 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવી રહ્યો છે. કળા, સંગીત અને લેખન સાથે જોડાયેલા જાતકો માટે સર્જનાત્મકતાનો દિવસ છે. તમારી કળાને ગ્લોબલ પ્લેટફોર્મ મળી શકે છે. નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે ગ્રહોનો સાથ મળશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઉકેલાશે અને પ્રેમ વધશે. આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમે જોખમી નિર્ણયો લેતા અચકાશો નહીં. જોકે, કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો ભરોસો ન રાખવો. અચાનક નાની મુસાફરી કરવી પડી શકે છે, જે થકવી દેનારી પણ ફળદાયી હશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ એકાગ્રતા રાખવી પડશે.

 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામ લઈને આવશે. બિઝનેસ કરી રહેલાં જાતકો માટે બિઝનેસમાં આજે પાર્ટનરશિપના નવા નવા પ્રસ્તાવ આવશે, જે ભવિષ્યમાં આર્થિક ઉન્નતિ કરાવશે. તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાણીના પ્રભાવથી તમે દુશ્મનોને પણ મિત્રો બનાવી શકશો. લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ કરી રહેલા યુવક-યુવતીઓને સફળતા મળશે. ઘરમાં પત્ની કે માતા સાથેના સંબંધો સુધરશે. આંખોની તકલીફ કે માથાનો દુખાવો પરેશાન કરી શકે છે, તેથી કામના કલાકો વચ્ચે વિરામ લેવો. જમીન-મકાનની લે-વેચમાં ઉતાવળ ન કરવી. દાન-પુણ્યમાં રુચિ વધશે, જેનાથી આત્મિક સુખ મળશે.

 

તુલા: 

તુલા રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકોનો સામાજિક વર્તુળમાં દબદબો વધી રહ્યો છે અને લોકો તમારી સલાહ લેવા આવશે. આર્થિક રીતે આવક અને ખર્ચનું પલ્લું સમાન રહેશે, તેથી બચત પર ધ્યાન આપવું. કોર્ટના ચુકાદા તમારા પક્ષમાં આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, જે માનસિક તણાવ આપી શકે છે. નકારાત્મક વિચારોને હાવી ન થવા દેવા. નોકરીમાં ટ્રાન્સફરની ઈચ્છા રાખનારાઓને સફળતા મળી શકે છે. સંતાનો તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. દિવસના અંતે આધ્યાત્મિક પુસ્તકનું વાંચન શાંતિ આપશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે. 

 

વૃશ્ચિક: 

આજનો દિવસ વૃશ્ચિર રાશિના જાતકો માટે ઊર્જાથી ભરપૂર રહેશે અને એને કારણે તમે એક કરતાં અનેક કામ હાથ પર લઈ લેશો. પરંતુ એનર્જીથી ભરપૂર હોવાને કારણે આજે તમે અશક્ય લાગતા કામો પણ પૂરા થશે. ભાઈ-બહેનો સાથેના જૂના વિવાદોનો અંત આવશે અને મિલકતમાં ભાગ મળી શકે છે. કરિયરમાં બદલાવ માટે જો તમે કોઈ ઈન્ટરવ્યુ આપ્યો હોય, તો હકારાત્મક પરિણામ મળશે. શેરબજારમાંથી અચાનક મોટો નફો મળવાના યોગ છે. જઠર સંબંધિત સમસ્યાઓથી બચવા બહારનું ખાવાનું ટાળવું. પરિવાર સાથે પિકનિક કે બહાર જવાનું આયોજન થઈ શકે છે. મનપસંદ શોખ પૂરો કરવા માટે સમય મળશે.

 

ધન: 

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે આર્થિક રીતે મજબૂતી લઈને આવશે અને કોઈ જગ્યાએ અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક બોજ હળવો થશે. વ્યવસાયિક યાત્રા લાભદાયી રહેશે અને નવા ગ્રાહકો જોડાશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બનશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને વડીલોનું માર્ગદર્શન દરેક ડગલે મદદરૂપ થશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. ઉધાર આપતા પહેલા બે વાર વિચારવો. વાણી પર સંયમ રાખવાથી બિનજરૂરી વિવાદો ટળી શકે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માનસિક શાંતિ અને કાર્યસિદ્ધિ મળશે. સંતાન તરફથી આજે તમને સારા સમાચાર મળશે.

 

મકર: 

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાનો છે. આજે કાર્યસ્થળ પર તમારી નિષ્ઠા અને મહેનતને કારણે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. આર્થિક સ્થિતિમાં ઉછાળો જોવા મળશે અને ધન સંચય કરવામાં સફળ રહેશો. મિલકતના વિવાદો સુખદ અંતે આવશે. કામનો બોજ વધવાથી માનસિક થાક અને પીઠના દુખાવાની ફરિયાદ રહી શકે છે. યોગ્ય આરામ અને કસરતને પ્રાધાન્ય આપવું. જીવનસાથી સાથે બહાર જવાનો પ્રોગ્રામ બની શકે છે. કોઈ જૂના રોકાણમાંથી વળતર મળવાની શરૂઆત થશે. સંતાનોની પ્રગતિ જોઈને ગર્વ અનુભવશો.

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. રચનાત્મક કાર્યો અને નવીનતા લાવવામાં દિવસ પસાર થશે. ઓફિસમાં તમારા આઈડિયાઝની પ્રશંસા થશે અને ઉપરી અધિકારી પ્રસન્ન થશે. આજે તમે વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ થશો. સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ થઈ શકે છે, જે ભવિષ્યમાં રોકાણ સમાન રહેશે. શેરબજાર કે લોટરી જેવી બાબતોમાં સાવધાની રાખવી. મિત્રો સાથે મળીને નવો સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી શકો છો. આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક લેવો. જૂની કિંમતી વસ્તુઓની ખરીદી થઈ શકે છે. દિવસના અંતે કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે.

 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર દિવસ રહેશે અને તમે દાન-ધર્મમાં વધુ સમય વિતાવશો. વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે અને ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનશે. નવી મિલકત કે વાહન ખરીદવાના મજબૂત યોગ બની રહ્યા છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શકતા રાખવી હિતાવહ છે. પત્નીના ભાગ્યથી તમને આર્થિક ફાયદો થઈ શકે છે. રાત્રિના સમયે મુસાફરી કરવાનું ટાળવું અને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચવું જોઈએ. માતા તે મોસાળ તરફથી આજે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા સાદગીભર્યા સ્વભાવની દરેક જગ્યાએ પ્રશંસા થશે.