મેષ:
મેષ રાશિના જાતકો માટે પણ આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. કામના સ્થળે આજે ક્ષેત્રમાં તમારી મહેનતનું ફળ મળવાની શરૂઆત થશે, પરંતુ ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેવો નહીં. નાણાકીય બાબતોમાં સ્થિતિ મજબૂત જણાશે અને કોઈ જગ્યાએ અટકી પડેલાં પૈસા પણ આજે પરત મળી શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને નાનો-મોટો વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. જીવનસાથીનો સહયોગ તમને માનસિક શાંતિ આપશે. સ્વાસ્થ્ય બાબતે આંખ અને માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે, તેથી પૂરતો આરામ લેવો તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે આજનો દિવસ નવી તકો લઈને આવશે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. વેપારીઓ માટે મોટો સોદો કરવાની ઉત્તમ તક છે. જોકે, ખર્ચમાં અણધાર્યો વધારો થવાથી માનસિક તણાવ અનુભવાઈ શકે છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને જૂના સંબંધીઓ સાથે મુલાકાત થવાના યોગ છે. લાંબા ગાળાના રોકાણ માટે દિવસ અનુકૂળ છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવા પર ધ્યાન આપવું પડશે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા ગુસ્સા અને વાણી પર કાબૂ રાખવો પડશે, નહીંતર બનેલા કામ બગડી શકે છે. વ્યવસાયમાં હરીફો તરફથી પડકાર મળી શકે છે, પરંતુ તમારી બુદ્ધિચતુરાઈથી તમે માર્ગ કાઢી શકશો. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પૂરું થશે. સંતાનોના ભવિષ્ય અંગેની ચિંતા દૂર થશે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો ભરોસો ન કરવો. સાંજનો સમય ધાર્મિક કાર્યોમાં પસાર થશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશે અને તમારું મન પ્રફુલ્લિત થશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકોને આજે માનસિક રીતે થોડી અસ્થિરતા અનુભવાશે. આજે તમારે નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. કામના સ્થળ પર આજે તમારા પર કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે તમે થાક અનુભવશો. પ્રોપર્ટી કે વાહન ખરીદવાની યોજના હોય તો તેને થોડા સમય માટે ટાળવી હિતાવહ છે. માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. આર્થિક વ્યવહારમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. જીવનસાથી સાથે મનદુઃખ થવાની શક્યતા છે, તેથી શાંતિથી કામ લેવું. શારીરિક કસરત કરવાથી ફાયદો થશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ અનુકૂળ રહેશે. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં સરકારી કામોમાં સફળતા મળશે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. નોકરીમાં પ્રગતિના મજબૂત યોગ છે. વેપારના વિસ્તરણ માટે તમે નવી યોજનાઓ બનાવી શકશો. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે દિવસ રોમેન્ટિક રહેશે. આર્થિક રીતે નવી આવકના સ્ત્રોત ઉભા થશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ બહારનું ખાવાનું ટાળવું જેથી પેટની તકલીફ ન થાય.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામમાં પહેલાં પ્લાનિંગ કરીને બાદમાં જ આગળ વધવાનો રહેશે. કામના સ્થળે આજે તમારે કોઈ નવી રણનીતિ બનાવવી પડશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે સફળતાના યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેનતનું પરિણામ મળશે. પડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે. જો કોઈ જૂની બીમારી હોય તો તેમાં રાહત મળશે. આર્થિક રોકાણ કરવા માટે દિવસ શુભ છે, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં સમજી-વિચારીને આગળ વધી શકાય. સામાજિક પ્રસંગોમાં જવાની તક મળશે. ઘર માટે નવી વસ્તુની ખરીદી થઈ શકે છે.
તુલાઃ
આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી દિવસ રહેશે. બપોર સુધીનો સમય થોડો સંઘર્ષમય રહી શકે છે, પરંતુ સાંજ સુધીમાં સ્થિતિ સુધરશે. ભાગીદારીમાં વેપાર કરતા લોકોએ હિસાબ-કિતબમાં સ્પષ્ટતા રાખવી. નોકરીમાં ટ્રાન્સફરની શક્યતા છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. અચાનક મુસાફરીના યોગ બની રહ્યા છે, જે થકવી નાખનારી હોઈ શકે છે. વિરોધીઓ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે પણ સફળ નહીં થાય. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, નહીં તો અકસ્માત થવાનું જોખમ રહેલું છે.
વૃશ્ચિક:
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે આધ્યાત્મિક અને માનસિક શાંતિનો રહેશે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. વેપારમાં નફો વધશે અને જૂનું લેણું વસૂલ થશે. પત્ની કે માતા તરફથી નાણાકીય મદદ મળી શકે છે. જૂના વિવાદોનો અંત આવશે અને મન પ્રસન્ન રહેશે. નોકરી શોધતા યુવાનોને ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે ઘૂંટણ કે સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. સંતાનો સાથે આજે સમય વિતાવવાથી તણાવ ઓછો થશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
ધન:
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ભાગ્ય કરતા મહેનત કરવા પર વધુ ભરોસો રાખવો પડશે. કામના સ્થળે આજે તમે પોલિટિક્સનો શિકાર ના બનો એનું ખાસ ધ્યાન રાખો. આર્થિક દ્રષ્ટિએ દિવસ ખર્ચાળ સાબિત થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. વિદેશથી જોડાયેલા વ્યવસાયમાં મોટો લાભ થવાની સંભાવના છે. મિત્રો સાથે મનદુઃખ થઈ શકે છે, તેથી સંયમ રાખવો. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી, ખાસ કરીને મોસમી બીમારીઓથી સાવધ રહેવું. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળશે.
મકર:
મકર રાશિના જાતકો પર આજે શનિની સાડાસાતીને કારણે માનસિક દબાણ રહી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તમારી શિસ્ત અને ઈમાનદારી તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે. નોકરીમાં પ્રમોશન અટકી શકે છે, પરંતુ ધીરજ ધરવી. જમીન કે મકાન સાથે જોડાયેલા વિવાદો ઉકેલાશે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. અચાનક કોઈ જૂના મિત્રની મદદ મળી રહેશે જે તમારી આર્થિક સમસ્યા હલ કરશે. શેરબજારમાં જોખમ લેવું નહીં. હળવું સંગીત સાંભળવાથી કે પુસ્તક વાંચવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. ન્યાયના દેવતા શનિના અસ્ત હોવાને કારણે સાડાસાતીની પીડામાં રાહત અનુભવાશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. અટકેલા પૈસા પરત આવવાથી આર્થિક બોજ હળવો થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે. વિરોધીઓ પરાસ્ત થશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, પરંતુ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. પ્રવાસથી લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.
મીન:
મીન રાશિના જાતકોએ આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવું જોઈએ. નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકોએ હજી થોડી રાહ જોવી જોઈએ. આર્થિક રોકાણ માટે દિવસ સાધારણ છે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા વધશે, જેના કારણે તમે થાક અનુભવશો. ખાનપાનમાં ધ્યાન રાખવું, ખાસ કરીને તળેલું ખાવાનું ટાળવું. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે જે તમારો દિવસ સુધારી દેશે. જૂના અટકી પડેલાં સરકારી કામો ગતિ પકડશે. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલા કાર્યોમાં સફળતા મળશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.