Sat May 02 2026

Logo

આજનું રાશિફળ (11-03-26): કુંભ અને મીન રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે બુધવાર, જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?

2026-03-11 00:00:28
Author: Darshana Visaria
Article Image

મેષ: 

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે, તેથી તમારા રહસ્યો કોઈને ન જણાવવા. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, ઉતાવળે કરેલું રોકાણ નુકસાન કરાવી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી, અકસ્માતનો ભય છે. કૌટુંબિક વાતાવરણ શાંત રહેશે અને જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને ટકાવી રાખશે. સાંજનો સમય આધ્યાત્મિક કાર્યોમાં વિતાવવો હિતાવહ છે. ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવાથી વિઘ્નો દૂર થઈ રહ્યા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. યોગ અને મેડિટેશન વગેરેમાં ધ્યાન પરોવવું પડશે. 

 

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કાર્યોમાં સફળતા અપાવનારો રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આજનો દિવસ ઉત્તમ છે. વિવાહિત જીવનમાં મધુરતા આવશે અને જૂના મતભેદો દૂર થશે. વેપારમાં નવો ઓર્ડર મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સામાજિક પ્રસંગોમાં જવાનું થશે જ્યાં તમારી પ્રતિષ્ઠા વધશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને ખાવા-પીવામાં બેદરકારી ન રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં વિજય મળશે. જીવનસાથી સાથે તમે આજે શોપિંગ પર જવાનો પ્લાન વગેરે કરી શકે છે. જોકે, આ બધા વચ્ચે તમારે બજેટનું ધ્યાન રાખવું પડશે. 

 

મિથુન: 

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વિજયી રહેશે. કોર્ટ-કચેરીના મામલામાં તમારા પક્ષે ચુકાદો આવી શકે છે. આજે શત્રુઓ પરાસ્ત થશે અને કામના સ્થળે તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાં રાહત જોવા મળશે. નોકરીમાં પ્રમોશન અથવા ઈન્ક્રીમેન્ટના સારા સમાચાર મળી શકે છે. મામા પક્ષ તરફથી આર્થિક લાભ થવાના યોગ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેશો અને તમારી તર્કશક્તિની પ્રશંસા થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં જાતકો માટે આજનો દિવસ થોડો ખૂબ જ સારો રહેવાનો છે. 

 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જનાત્મક કાર્યોમાં રુચિ વધારનારો રહેશે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા આનંદમાં વધારો કરશે. પ્રેમ સંબંધોમાં રોમાંચ વધશે અને તમે પ્રિય પાત્ર સાથે સુખદ પળો વિતાવશો. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે મોટી સફળતા મળી શકે છે. શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો નિષ્ણાતની સલાહ લેવી. જૂની મિત્રતામાં નવી તાજગી આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક રીતે તમે સ્ફૂર્તિ અનુભવશો. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. નોકરી કરી રહેલાં જાતકોના પગાર વધારા કે પ્રમોશનના યોગ બની રહ્યા છે. 

 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો માનસિક ભાર વાળો રહી શકે છે. ઘરેલુ બાબતોને કારણે મન અશાંત રહી શકે છે, તેથી વાતચીતમાં નમ્રતા રાખવી. પ્રોપર્ટી કે મકાનને લગતા દસ્તાવેજોમાં સહી કરતાં પહેલાં બે વાર તપાસ કરવી, નહીં તો છેતરપિંડી થવાની શક્યતા છે. આજે માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી અને તેમની સાથે સમય વિતાવવો. નોકરીમાં કામનું દબાણ વધશે, પરંતુ તમારી મહેનત સફળ થશે. વાહન કે ઘરની સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે. હૃદય સંબંધિત તકલીફ હોય તેમણે નિયમિત તપાસ કરાવી લેવી જોઈએ. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. 

 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પરાક્રમમાં વૃદ્ધિ કરનારો રહેશે. નાના ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે અને પરિવારમાં એકતા વધશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે વ્યાપારિક દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે. તમારા અટકેલા કામોમાં ગતિ આવશે અને નવી ઊર્જા સાથે તમે કામ પૂર્ણ કરી શકશો. લેખન અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે પ્રસિદ્ધિ મેળવવાનો દિવસ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નવા મિત્રો બનશે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો લાંબાગાળે નફાકારક સાબિત થશે. જૂના રોકાણમાંથી આજે તમને મનચાહ્યો નફો થઈ રહ્યો છે, જેને કારણે માનસિક પ્રસન્નતાનો અનુભવ થશે.

 

તુલા: 

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે સદ્ધરતા લાવનારો રહેશે. વાણીની મધુરતાથી તમે અન્યના દિલ જીતી શકશો અને અટકેલા નાણાં પાછા મેળવી શકશો. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. રોકાણ માટે દિવસ અનુકૂળ છે, ખાસ કરીને સોના-ચાંદીમાં રોકાણ લાભદાયી રહેશે. સાસરી પક્ષ તરફથી સહયોગ મળી શકે છે. આંખો અને ગળાની તકલીફથી સાવધાન રહેવું. મહેમાનોના આગમનથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ખાનપાનમાં સંયમ રાખવો જરૂરી છે નહીં તો પેટ સંબંધિત સમસ્યા તમારા માટે માથાનો દુઃખાવો બની શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. 

 

વૃશ્ચિક: 

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે ચંદ્ર તમારી રાશિમાં હોવાથી ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળવું, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે કરિયરમાં નવી તકો મળશે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને લોકો તમારી કદર કરશે. વ્યાપારમાં નવી ભાગીદારી માટે સમય સાનુકૂળ છે. માથાના દુખાવા કે તણાવની સમસ્યા રહી શકે છે, તેથી પૂરતી ઊંઘ લેવી. જીવનસાથી સાથે કોઈ જૂના વિષય પર ચર્ચા થઈ શકે છે. સકારાત્મક વિચારસરણી સાથે દિવસ પસાર કરવો. નાણાંકીય બાબતો આજે તમારી તરફેણમાં રહેશે. 

 

ધન: 

ધન રાશિના જાતકોએ આજે ખર્ચ પર કાપ મૂકવો પડશે. બિનજરૂરી મુસાફરી અને વ્યર્થ ખર્ચથી બચવું, નહીંતર નાણાકીય ખેંચ અનુભવાઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. કોર્ટના કામોમાં સાવધાની રાખવી અને કાયદાકીય સલાહ લેવી. ઊંઘની ઉણપને કારણે દિવસ દરમિયાન થાક અનુભવાશે. આધ્યાત્મિકતા અને યોગ તરફ ધ્યાન આપવાથી માનસિક શાંતિ મળશે. કોઈની જામીન લેતા પહેલા સો વાર વિચાર કરવો. શત્રુઓ તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે, પણ તમારે સાવધાનીથી આગળ વધવું પડશે. કોઈ કાયદાકીય બાબતમાં આજે તમારી જિત થશે. 

 

મકર: 

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભનો વરસાદ લાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અગાઉ કરેલા રોકાણમાંથી મસમોટો નફો મળી શકે છે. મિત્રો સાથેની મુલાકાત યાદગાર રહેશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પૂર્ણ થશે. સંતાનોના કરિયર માટે લીધેલા નિર્ણયો સાચા સાબિત થશે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મોજશોખ પાછળ ખર્ચ થશે પરંતુ તે તમને ખુશી આપશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે તેમની સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. 

 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સફળતાનો છે. પિતા અને ઉચ્ચ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે, જેનાથી તમારી પ્રગતિના દ્વાર ખુલશે. સરકારી કામોમાં જે અડચણો હતી તે દૂર થશે. વ્યવસાયમાં નવા સાહસો માટે સમય ઉત્તમ છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે નવી જવાબદારી મળી શકે છે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમે જટિલ કામો પણ સરળતાથી પૂરા કરી શકશો. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. 

 

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક મળી શકે છે. તમારા અટકેલા કાર્યો ભાગ્યના સાથથી પૂર્ણ થશે. વડીલોના આશીર્વાદ તમારા માટે રક્ષક બનશે. આર્થિક રીતે દિવસ સારો છે અને અણધાર્યો ધનલાભ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં રસ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પગમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે. ઈશ્વરની આરાધનામાં મન પરોવશો તો માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.