મુંબઈઃ હંમેશાં પોતાની પર્સનલ લાઈફને લઈને અથવા તો ફિટનેસ-ફીગરને લઈ ચર્ચામાં રહેતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનું નામ ફરી ચર્ચામાં છે. પૂર્વ પતિ રાજા ચૌધરીએ બેવફાઈ કરી હોવાનો શ્વેતા પર આરોપ મૂક્યો છે. રાજાનો દાવો છે કે, તે કો-સ્ટાર સેઝાન ખાન સહિત અનેક એવા લોકો સાથે અફેરમાં હતી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર એના પૂર્વ પતિ રાજા ચૌધરીએ આરોપ મૂક્યો છે. એક સમયે રાજા ચૌધરી સાથે શ્વેતાનું નામ ચર્ચામાં હતું. વર્ષ 2007માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. વર્ષ 2012માં એમના સત્તાવાર છૂટાછેડા થઈ ગયા બાદ હવે વર્ષો પછી રાજા ચૌધરીએ એક ખાસ મુલાકાતમાં પોતાની અંગત જિંદગીના સિક્રેટ ખોલ્યા હતા.
દિલ ખોલીને શું વાત કરી?
લગ્નજીવન, શ્વેતા સાથેના રિલેશનશિપના વિવાદ અને પોતાના કેટલાક પારિવારિક સંબંધો પર તેમણે દિલ ખોલીને વાત કરી હતી. આ તમામ વિષયો પર તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. રાજા ચૌધરીએ એક ખાસ મુલાકાતમાં શ્વેતા તિવારી પર છેત્તરપિંડી કરવાનો, અનેક એવા અફેર્સનો તથા દીકરી પલકથી પોતાનો દૂર કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
ટીવી શૉના ઓડિશન વખતે રાજા ચૌધરી અને શ્વેતા તિવારી વચ્ચે પહેલીવાર મુલાકાત થઈ હતી. રાજાના જણાવ્યા અનુસાર બન્ને વચ્ચે પહેલી મુલાકાત બાદ એક ઊંડું ક્નેક્શન જોવા મળ્યું હતું. રિલેશનશિપની શરૂઆત એકબીજાને પામી લેવાની હોડથી શરૂ થઈ ન હતી. વર્ષ 1999માં બન્નેએ લગ્ન કર્યા, લગ્ન બાદના વર્ષોમાં એક દીકરી પલકનો જન્મ થયો, રાજાએ શ્વેતાના કરિયરને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજાએ ઉમેર્યું કે, મારા મનમાં ક્યારેય કોઈ મેલ ઈગો નહોતો. શ્વેતાને સેટ પર મૂકવા અને લેવા માટે પણ જતો. જ્યારે એને જરૂરિયાત હતી. હું હંમેશાં એમની સાથે ઊભો રહ્યો છું.
પરિવારની જવાબદારી પણ સંભાળી
જ્યારે શ્વેતાને પોતાના એક્ટિંગ કરિયરમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ એ સમયે રાજાએ ઘર અને પરિવારની જવાબદારી સંભાળી, રાજાએ જણાવ્યા અનુસાર પરિવારને સંભાળવા માટે ખુદને એક રીતે હોમમેકર્સ બનાવી કામ કર્યું હતું.પણ સમય આગળ વધતા કેટલીક વસ્તુઓ બગડવા લાગી હતી. રાજાએ આરોપ લગાવ્યો હતો કે, શ્વેતાની માતા એમની સાથે રહેવા આવ્યા બાદ ઘરમાં વિવાદ અને ખોટી વાર્તાઓ વધતી ગઈ.
શ્વેતાની માતાએ અમારી વચ્ચેની તિરાડને પહોળી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. એ જ શ્વેતાને સવાલ કરતી હતી કે, જ્યારે હવે પોતાની ઓળખ બનાવી જ લીધી છે અને ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવી લીધું છે તો પછી હવે રાજાની જરૂર શું છે. રાજાએ કહ્યું કે, તે પરિવાર માટે ગાડીઓ ખરીદતા અને ઘરનો અન્ય સામાન પણ પોતાની આવકમાંથી જ ખર્ચતા હતા. પણ પછી એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે, તે એક અનપેઈડ ડ્રાઈવર અને 24 કલાક હાઉસ હેલ્પર તરીકે જ છે.
આસપાસના લોકોની અસર
નાની ઉંમરમાં મળેલી સફળતા અને શ્વેતાની આસપાસના લોકોએ શ્વેતા પર એક ઊંડી છાપ ઊભી કરી હતી. પછી ઘરનાઓને છોડીને શ્વેતાએ અન્ય લોકોની વાત ફોલો કરવાનું શરૂ કર્યું. જે સંબંધોમાં આવેલા અંતરનું સૌથી મોટું કારણ છે. બન્ને એકબીજાને સમજવાના બદલે સાબિત કરવા પર ઊતરી આવ્યા હતા.આ પછી ચર્ચાઓ વધતી ગઈ અને બહાનાબાજીમાં જીત કોની એ મુદ્દા પર વાત આવીને અટકી. અંદરોઅંદરની ખેંચતાણ અને સ્ટેટસનો મુદ્દો ત્યાં સુધી આવ્યો કે, એક ખુશખુશાલ પરિવાર વિખેરાઈ ગયો.
રાજાએ જણાવ્યું કે, બેથી ત્રણ વખત રિલેશનશિપને બચાવવા માટે પ્રયાસ કર્યા પણ શ્વેતા તરફથી ખાસ કોઈ પ્રતિસાદ જ ન મળ્યો. પછી એવું લાગ્યું કે શ્વેતાએ પહેલાથી જ અલગ થવા માટે નક્કી કરી લીધું હોય. શ્વેતાનું તેના 'કસૌટી જિંદગી કે' ના કૉ-એક્ટર સેઝેન ખાન સાથે અફેર હતું. ફક્ત સેઝેન જ નહીં, રાજાએ દાવો કર્યો હતો કે તે સમયગાળા દરમિયાન શ્વેતા ઘણા અન્ય પુરુષો સાથે પણ વધારે ક્નેક્ટ હતી.

બે કિસ્સાઓ યાદ કર્યા
બે ચોક્કસ ઘટનાઓનો ઉલ્લેખ કરતા, રાજાએ જણાવ્યું કે શ્વેતાએ વારંવાર ખોટું બોલ્યું. એક પ્રસંગમાં તો કહ્યું કે તે શૂટિંગ માટે જઈ રહી છે, પરંતુ જ્યારે રાજા સેટ પર કેટલીક વસ્તુઓ મૂકવા માટે પહોંચ્યો, ત્યારે તે ત્યાં નહોતી. પછીથી તે સેઝેન ખાનની કારમાં પહોંચી હતી. તેવી જ રીતે, બીજા એક કિસ્સામાં, તે ડબિંગ સેશનમાં હતી, પરંતુ સ્ટુડિયો પહોંચ્યા પછી, એવું બહાર આવ્યું કે ત્યાં આવું કોઈ કામ શેડ્યૂલ નથી.
રાજાના જણાવ્યા મુજબ તેના એક મિત્ર અને સેઝેને પોતે આ સંબંધની કબૂલાત કરી હતી. સેઝેને તો કહ્યું હતું કે, હા, અમે રિલેશનશિપમાં છીએ. જો તમારામાં હિંમત હોય, તો કોલીવાડામાં મારા ઘરે આવો. મેં પૂછ્યું,યાર, તમે આવું કેમ કરી રહ્યા છો? તમે આ પરિવારને કેમ બરબાદ કરી રહ્યા છો? સેઝેને જવાબ આપ્યો, કયો પરિવાર? તે તમારી સાથે રહેતી પણ નથી. તમે તેના માટે એક પગાર વગરના નોકર છો. બસ જે રીતે વસ્તુઓ છે તેનાથી ખુશ રહો.
પલક સાથે પણ કોઈ ક્નેક્શન નહીં
આ પછી રાજાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. રાજાએ એ ઘટના પણ યાદ કરી જ્યાં તેમને અચાનક તેમના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.પોલીસ કેવી રીતે અણધારી રીતે આવી અને તેમને તાત્કાલિક ત્યાંથી જવાનો આદેશ આપ્યો, ભલે તેઓ ઘરના સહ-માલિક હતા. ફક્ત બે જોડી કપડાં અને જૂતા સાથે જ જવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ રાજા માટે સૌથી મોટું દુઃખ તેમની પુત્રી પલક તિવારીથી અલગ થવાનું હતું.
રાજાનો દાવો છે કે, શ્વેતાએ ક્યારેય તેમના અને પલક વચ્ચે પિતા-પુત્રીનો સંબંધ વિકસાવવા દીધો નહીં. તેમણે કહ્યું,મેં મારી કારકિર્દી કે પૈસા ગુમાવ્યા નથી. તેના બદલે, મેં મારી પુત્રી સાથે વિતાવેલા સૌથી સુંદર ક્ષણો ગુમાવી દીધી છે. જ્યારે ઘણા માતાપિતા છૂટાછેડા પછી પણ તેમના બાળકોને જોવાનું ચાલુ રાખે છે, મારા કિસ્સામાં એવું ન બન્યું, મળવા માટેની પણ મંજૂરી આપવામાં આવી ન હતી.