Sat May 02 2026

Logo

ક્રિકેટર ભાઈની બહેન હવે ગ્લેમર વર્લ્ડમાં કરશે ડેબ્યૂ, સોશિયલ મીડિયા પર બની સૌની ફેવરીટ

2026-03-27 21:59:49
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ વર્ષો જૂનો રહ્યો છે. ઘણા ક્રિકેટર્સ એવા છે જેમની પત્નીએ બોલિવૂડમાં સિદ્ધિ મેળવી હોય. અત્યાર સુધી એવા કપલ્સની ચર્ચા થતી જેમાં ખેલાડી ક્રિકેટની દુનિયામાં ડંકો વગાડી રહ્યો હોય અને પત્નીએ ગ્લેમરસ વર્લ્ડમાં સફળતા પ્રાપ્ત કરી હોય. પહેલીવાર આ ક્ષેત્રમાં હવે ભાઈ-બહેનની જોડી પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ કેસમાં ભાઈ એક સફળ ક્રિકેટર છે અને ટીમની સુકાની કરી રહ્યો છે, બહેન ગ્લેમરની દુનિયામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ યુવતી ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી લેવા માટે તૈયાર થઈ ચૂકી છે. 

કોણ છે આ યુવતી?
આ યુવતીનું નામ શાહનીલ હિલ છે અને તે જાણીતા ક્રિકેટર તેમજ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલની બહેન છે. શાહનીલ ધ ટ્રેટર 2 નામના એક રિયાલિટી શૉમાં જોવા મળી શકે છે. મિડિયા રિપોર્ટ અનુસાર આ રિયાલિટી શૉને લઈને શાહનીલનું નામ ચર્ચાય રહ્યું છે, જોકે આ અંગે હજુ સુધી શાહનીલે કોઈ પ્રકારની ખાતરી આપી નથી. શાહનીલ સાથે આ શૉમાં બીજા જાણીતા ચહેરા પણ જોવા મળી શકે છે. આ રિયાલિટી શૉમાં શ્વેતા તિવારી, રુબિકા દિલૈક, એલ્વિશ યાદવ અને ક્રિસ્ટલ ડિસોઝા જોવા મળી શકે છે. શાહનીલ વારંવાર સોશિયલ મીડિયા પર તેના ભાઈ સાથે અસંખ્ય ફોટા શેર કરે છે, જેના કારણે ચાહકો તરફથી સતત પ્રશંસાનો વરસાદ થાય છે.

Shahneel Gill

મનોરંજનની દુનિયામાં નામ સાથે દામ કમાશે
શુભમન પહેલેથી જ ક્રિકેટની દુનિયામાં સુપરસ્ટાર છે, વનડે અને ટેસ્ટ બંને ટીમોના કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો છે. તે IPL માં સ્ટાર ખેલાડી છે અને ક્રિકેટ જગતમાં તેને કોઈ પરિચયની જરૂર નથી. શુભમનની બહેન, શાહનીલ પણ ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે નીકળી છે. તે જોવાનું બાકી છે કે શું શાહનીલ, તેના ભાઈની જેમ, મનોરંજન ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકશે કે નહીં, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.