Thu Aug 27 2026

Logo

ભારતની પ્રથમ બૅટિંગઃ શ્રેયસ વર્લ્ડ રેકૉર્ડ ચૂક્યો, યશ ઠાકુરનું ડેબ્યૂ

Harare   2026-07-25 16:27:51
Author: Ajay Motiwala
ભારતની પ્રથમ બૅટિંગઃ શ્રેયસ વર્લ્ડ રેકૉર્ડ ચૂક્યો, યશ ઠાકુરનું ડેબ્યૂ

BCCI


હરારેઃ ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ લેતાં ભારત (India)ને હરારે (Harare)ની પિચ પર પહેલાં બૅટિંગ કરીને યજમાન ટીમને તોતિંગ લક્ષ્યાંક આપવાની તક મળી છે.

શ્રેયસ ઐયર જો આજે પણ ટૉસ જીત્યો હોત તો કૅપ્ટન્સીની પહેલી સતત નવ મૅચમાં ટૉસ જીતવાનો ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ સુકાની વૉલી હૅમન્ડનો તેણે વર્લ્ડ રેકાર્ડ તોડ્યો હોત.

આજે ભારતે ફાસ્ટ બોલર યશ ઠાકુર (Yash Thakur)ને પ્રતિષ્ઠિત ઇન્ડિયા કૅપ મળી છે. તે 2024-'25ની સીઝનમાં રણજી ટ્રોફીનું ટાઇટલ જીતનારી વિદર્ભની ટીમમાં હતો. ટી-20 ટીમમાં તેનો સમાવેશ થતાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થઈ રહી છે. ગુરુવારની પ્રથમ ટી-20માં મયંક યાદવે 18 રનમાં બે વિકેટ લઈને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.

બન્ને દેશની ટીમઃ

ભારતઃ શ્રેયસ (કૅપ્ટન), અભિષેક, વૈભવ, ઇશાન (વિકેટકીપર), તિલક, રિન્કુ, શિવમ, બિશ્નોઈ, પ્રિન્સ, યશ ઠાકુર અને મયંક યાદવ.

ઝિમ્બાબ્વેઃ સિકંદર રઝા (કૅપ્ટન), બ્રાયન બેનેટ, બેન કરૅન, રાયન બર્લ, ડિયૉન માયર્સ, વેસ્લી માડેવેરે, ટેડિવાનાશે મારુમની (વિકેટકીપર), બ્રાડ ઇવાન્સ, ન્યૂમૅન ન્યામહુરી, રિચર્ડ ઍન્ગારાવા અને બ્લેસિંગ મુઝરબાની.