Tue Sep 08 2026

Logo

ઇટાલીનાં કોમો શહેરમાં અંધાધુંધ ગોળીબાર! બે ભારતીય શીખ પુરુષોની હત્યા, સમુદાયમાં રોષ

Covo   2026-04-19 15:04:00
Author: Savan Zalariya
ઇટાલીનાં કોમો શહેરમાં અંધાધુંધ ગોળીબાર! બે ભારતીય શીખ પુરુષોની હત્યા, સમુદાયમાં રોષ

ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો શહેરમાં બે ભારતીય શીખ પુરુષોની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. બંને એક વેર હાઉસમાંથી બહાર નીકળી રહ્યા હતાં, ત્યારે અજાણ્યા શખ્સે ગોળીબાર કર્યો હતો. આ વેર હાઉસનો ઉપયોગ ગુરુદ્વારા તરીકે કરવામાં આવતો હતો, જ્યાં શનિવારે વૈશાખીની ઉજવણી થવાની હતી.

અહેવાલ મુજબ મૃતકોની ઓળખ કોમો શહેરના રહેવાસી 48 વર્ષીય રાગીન્દર સિંહ અને અગ્નાડેલોના રહેવાસી 48 વર્ષીય ગુરમીત સિંહ તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, હુમલાખોર અચાનક બંદુક સાથે આવ્યો અને બંને માણસો પર અંધાધુંધ ગોળીબાર કર્યો, હુમલો કર્યા બાદ કારમાં બેસી હુમલાખોર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે.

અંગત અદાવતમાં હુમલો!
અહેવાલો અનુસાર, ઘટનાસ્થળેથી આશરે 10 ખાલી કારતૂસ મળી આવ્યા છે. સ્થનિક પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ આ પૂર્વયોજિત હત્યા હતી, આ કોઈ આકસ્મિક ઝઘડોનો મામલો ન હતો. 

એક પ્રત્યક્ષદર્શીએ પલીસે જણાવ્યું છે કે હુમલાખોર પણ ભારતીય મૂળનો હતો, જે વારંવાર ગુરુદ્વારામાં આવતો હતો. પોલીસને શંકા છે કે કોઈ જૂની અદાવતને કારણે આ હત્યા કરવામાં આવી છે. 

વૈશાખીની ઉજવણી રદ:
આ હત્યાને કારને મૃતકોના પરિવારના સભ્યો અને શીખ સમુદાયઅમ શોકનો માહોલ છે. આ ઘટનાંને કારણે  વૈશાખી રદ કરવાંમ આવી હતી. શીખ સમુદાયના આગેવાનોએ શંકાસ્પદને અને પકડવા માટે અપીલ કરી છે. સ્થાનિક વહીવટીતંત્રની મદદથી વૈશાખીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન શીખ સમુદાયના સમુદાયના લોકો એકઠા થવાના હતાં.