આજે આટલું જ - શોભિત દેસાઈ
નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, બહાદુરશાહ ઝફર, ખાનસર
એના ન હોવાના અમારા કારણોમાંથી મુખ્ય એ જ કે એણે જ જો બધું બનાવ્યું હોય...
સબ્ઝ-ઓ-ગુલ કહાં સે આતેં હૈ
અબ્ર કયા ચીઝ હૈ ! હવા કયા હૈ !
ગાલિબ આટલો મોટો કવિ અમસ્તો નથી બન્યો. છેલ્લાં 200 વર્ષમાં જેણે પણ આ શેર કે આ ગઝલમાં પ્રશ્નાર્થ ટાઇપ કર્યું હોય એણે ગઝલ અને ગાલિબનું બહું મોટું અહિત કર્યું છે. આખીય ગઝલમાં ફકત ઉદ્ગારચિહ્નો જ છે, પ્રશ્ર્નાર્થ છે જ નહીં. હોવા અને ન હોવાનો કૂટપ્રશ્ન સહેલાઇથી ઉકેલવો હોય તો જોઇ જ જજો આ ગઝલ.
દા. ત. અય નાદાના દિલ! તને શું થયું છે! આ સનાતન નિરંતર, અહર્નિશ, સતત ચાલતા દર્દની દવા ખરી!
એક તો એ નિષ્ફળ છે પૂરેપૂરો... કારણમાં 1 કે 5 કે 10 ટકા લોકો દેશોના દેશ હડપ કરી જાય, બાકી બધાના જોતા રહી જવાની સામે. 2. રંગ અને રૂપમાં આભજમીન જેવડા ફરક આપીને 3. ન હોવા છતાં મીડલમેનનાં જડબેસલાક નેટવર્ક ઊભા કરીને કે જેથી INTANGIBLE ASSETના ભાવ કાયમ વધ્યા કરે. પાણી બધે સરખા, હવા બધે સરખી, વાદળ, જમીન અને આગનું પણ એવું જ. તો પછી હૃદય લાખ વરસ પહેલાં જેવાં જ રાખ્યાં તો દિમાગને કેમ આટલી બધી ઝડપ આપી?!
उठ के कपडे बदल घर से बाहर निकल जो हुआ सो हुआ
रात के बा’द दिन आज के बा’द कल जो हुआ सो हुआ
जब तलक साँस है भूक है प्यास है ये ही इतिहास है
रख के काँधे पे हल खेत की ओर चल जो हुआ सो हुआ
खून से तर-ब-तर कर के हर रहगुजर थक चुके जानवर
लकडियों की तरह फिर से चूल्हे में जल जो हुआ सो हुआ
जो मरा क्यूँ मरा जो लुटा क्यूँ लुटा जो जला क्यूँ जला
मुद्तों से हैं गुम इन सवालों के हल जो हुआ सो हुआ
मंदिरोंमें भजन मस्जिदोंमें अजाँ आदमी है कहाँ
आदमी के लिए एक ताजा गजल जो हुआ सो हुआ.
નિદા ફાઝલી
મને ખાનસરમાં એટલે જ એક કિરણ દેખાઇ રહ્યું છે. સચોટ વાત છે ખાનની કે ધર્મની વાત કોઇ ધર્મગુરુ કરે તો ધ્યાન દઇને સાંભળજો. કોઈ શંકરાચાર્ય, આચાર્ય, પૂજારી, મોલવી, પાદરી કરે તો સાંભળવી તો ખરી જ. ધર્મની વાત જે દિવસે નેતા બોલે-સમજી જજો એ બેરોજગારી છુપાવે છે, મોંઘવારીને ટલ્લે ચઢાવે છે, સરકારી હૉસ્પિટલનો નીચલી કક્ષાનો ઇલાજ છુપાવી રહ્યો છે, સરકારી સ્કૂલના બિલકુલ ગુણવત્તા વગરના શિક્ષણને છુપાવી રહ્યો છે. અને ધર્મના નામે કૈ પણ કરી શકાય લોકો સાથે કારણકે ધર્મ એ સવાલ છે જ નહીં. ધર્મ તો બહુ મોટી આસ્થા છે. બોલો... મારા વાચક બોલો... આ ખાન એ છોકરડો છે જેની બોલવાની લઢણની મજાક ઉડાવાતી, આજે એ ખાનસર કરોડો વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રેરણામૂર્તિ બની ગયા છે. સાવ સાધારણ હાલત ઘરની. બાપા આર્મીમાં, અને દિકરાએ કોલેજ સુધી ભણતાં ભણતાં ટયુશન પણ શરૂ કર્યાં, અને મજાકો તો ચાલુ જ. આ કોણ છે? આટલું બધું બોલે છે કેમ ભણાવતી વખતે? ખાનનું એક જ મીશન. શિક્ષણને હર ગરીબ સુધી પહોંચતું કરવું. પછી આવી એની યુ ટયૂબ ચેનલ જેમાં જનરલ સાયન્સને પણ ખાન સ્ટેન્ડ અપ કોમેડી માફક ભણાવે. અને ભાઇ ખાન તો જામી ગયો!!! આઇકૉન ને સબ્સક્રીપ્શન અધધધની સંખ્યામાં વધવા માંડયા. અને ખાનસર ભારતના હજી હરામખોર મેકોલેની અસરવાળા શિક્ષણ ક્ષેત્રની એક અત્યંત આવકારદાયક ક્રાંતિ તરીકે પૂજાવા માંડ્યા છે. આગળ જણાવ્યું તેમ આ એક વખતની સર્વની હાંસીપાત્ર વ્યક્તિ આજે અદ્યતન શિક્ષણ પ્રથાના પ્રણેતા તરીકે પૂજાય છે. ખાનસર ભારતનું સૌથી મોટું ઇન્ટરનેટ સ્ટુડન્ટ ઓડિયન્સ બનાવી ચૂકયા છે. જે મજાકમાં હસવાનો ઠઠ્ઠો સહી લે છે, આગળ જઇને એ જ બહુ મોટા પરિવર્તનનો જન્મદાતા બને છે.
ઇબ્રાહીમ ઝૌક, બહાદુરશાહ ઝફરના રાજકવિ, ગાલિબની પ્રતિભાની ખૂબ ઇર્ષ્યા કરતા, ઝૌકના ચમચા ગાલિબને ઉતારી પાડવાનો એક પણ મોકો જતો ના કરે. આજે ગાલિબ કાલીદાસ, ગટે, રિલ્કે ઇ. સાથે મુકાય છે. અને ઝૌક એક બે શેર પૂરતા યાદ કરાય છે.
હૈ ઔર ભી દુનિયા મેં સુખનવર બહોત અચ્છે
કહતે હૈં કી ગાલિબકા હૈ અંદાઝ-એ-બયાં ઔર
આજે આટલું જ