મેક્સિકો સિટીઃ અહીં ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં ગુરુવારની પ્રથમ ઓપનિંગ સેરેમનીમાં ડાન્સ મૂવ્ઝ અને પૉપ સૉન્ગથી કરોડો લોકોના દિલ જીતી લેનાર કોલમ્બિયાની વિશ્વવિખ્યાત પૉપ સિંગર શકિરાનો સ્ટેજ પર્ફોર્મન્સમાં મનમોહક તથા આકર્ષક લુક જોઈને તેમ જ તેનો ડાન્સ જોઈને ઘણાને લાગતું હશે કે માત્ર પૉપ વર્લ્ડ તેની જિંદગી હશે અને આ જ પ્રૉફેશનમાં હંમેશાં વ્યસ્ત રહેતી હશે અને લાખો ડૉલર કમાતી હશે. જોકે હકીકત એનાથી જુદી જ છે.
ફિફા પર્ફોર્મન્સની 100 ટકા રૉયલ્ટીનું દાન
49 વર્ષની શકિરાએ ફિફા (Fifa)ની પહેલાં જ જાહેર કર્યું હતું કે તે ફિફા વર્લ્ડ કપના ઓપનિંગના પર્ફોર્મન્સથી જે કંઈ રૉયલ્ટી મળશે એ બધી રૉયલ્ટી (100 ટકા) ફિફા સાથે સંલગ્ન ગ્લોબલ સિટિઝન એજ્યૂકેશન ફંડ માટે દાનમાં આપી દેશે. શકિરાએ આ વખતના વર્લ્ડ કપ માટેના `ડાઇ ડાઇ...' ઍન્થમ પર સાથી પર્ફોર્મર બર્ના બૉય તથા અન્ય કોરિયોગ્રાફર્સ સાથે ડાન્સ કર્યો હતો અને હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી-દર્શકોને જલસો કરાવી દીધો હતો. શકિરા પૉપ સૉન્ગના પર્ફોર્મન્સથી તેમ જ મૉડલિંગથી કરોડો ડૉલર કમાઈ છે જેમાંથી તેણે ખાસ્સી રકમ ડોનેટ કરી છે.
ગરીબ બાળકો સાથે કેમ પર્ફોર્મ કર્યું?
શકિરાએ વર્લ્ડ કપના ગુરુવારના પ્રથમ ઓપનિંગમાં પ્રોફેશનલ્સ ડાન્સર્સ સાથે પર્ફોર્મ કરવા ઉપરાંત (મ્યૂઝિક વીડિયોમાં) ગરીબ બાળકો સાથે પણ પોતાના મશહૂર ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો અને એ પાછળનું કારણ તેણે એક વીડિયોમાં જણાવ્યું છે. શકિરા કહે છે, `ઘણાને વિચાર આવ્યો હશે કે મેં ફિફા વર્લ્ડ કપ જેવી સર્વોચ્ચ ટૂર્નામેન્ટના ઓપનિંગમાં બૅકઅપ ડાન્સર્સ (Dancers) તરીકે કેમ ગરીબ વિસ્તારોના અને ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને જ પસંદ કર્યા? મારા માટે તો કારણ સાવ સરળ છે. બે અઠવાડિયા પહેલાં કોઈકે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં મેં જોયું કે કેટલાક ગરીબ બાળકો (જેઓ પ્રોફેશનલ નહોતા છતાં...) ગરીબ પરિવારોના વિસ્તારમાં વ્યાવસાયિક ડાન્સર્સની જેમ પર્ફોર્મ કરી રહ્યા હતા.
⚽ Los Ghetto Kids de Uganda van a bailar con Shakira en la final del Mundial 2026
— Filo.news (@filonewsOK) May 23, 2026
👉 El grupo pertenece a una ONG que usa la danza, la música y el teatro para ayudar a niños en situación de calle y huérfanos.
💬 Sus integrantes publicaron un video bailando "Dai Dai", canción… pic.twitter.com/H0rSnPCFue
તેઓ ન તો પ્રોફેશનલ્સની જેમ કોઈ ખાસ આઉટફિટમાં હતા અને ન તેમની પાસે મોંઘાદાટ વાજિંત્રો હતા. તેઓ તો લાકડાને કાપીને એની સાથે સ્ટ્રિંગ જોડીને બનાવેલા ગિટારની તાલે મન મૂકીને નાચી રહ્યા હતા. તેઓ બૉટલને માઇક બનાવીને ગીતો ગાતા હતા. એ તો ઠીક, પણ તેઓ ઉઘાડા પગે ડાન્સ કરી રહ્યા હતા. આ બધું હોવા છતાં તેઓ ડિસ્કોથેકમાં પ્રોફેશનલ્સની ઢબે ડાન્સ કરી રહ્યા હોય એ રીતે જબરદસ્ત ઊર્જા સાથે પર્ફોર્મ કરી રહ્યા હતા. મેં જોયું કે એમાંના મોટા ભાગના બાળકો ગરીબ પરિવારના અને સમાજના તડછોયેલા અશ્વેત વર્ગના હતા. હું નાની હતી ત્યારે કોલમ્બિયામાં મેં આવી ગરીબી બહુ નજીકથી જોઈ હતી. આ બાળકોનો વીડિયો જોઈને મેં નક્કી કર્યું કે હું તેમને મોટી ઇવેન્ટના (મ્યૂઝિક વીડિયો મારફત) સ્ટેજ પર લાવીશ. હું વિચારતી હતી કે તેમને જિંદગીમાં આવો મંચ ફરી ક્યાં મળવાનો! મેં એ પણ નક્કી કર્યું કે વર્લ્ડ કપની ઓપનિંગમાં હું જે કંઈ કમાણી કરીશ એ ગરીબ બાળકોના શિક્ષણ માટે દાનમાં આપી દઈશ.'

હું વાકા...વાકા...સૉન્ગને લીધે બે પુત્રોની મમ્મી બની છુંઃ શકિરા
પૉપ સિંગર શકિરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે તેના બન્ને પુત્રને `વાકા...વાકા...' કહીને બોલાવે છે. `વાકા...વાકા...' 2010ના ફિફા વર્લ્ડ કપનું સુપર-ડુપર હિટ થીમસૉન્ગ છે જે શકિરાએ ગાયું હતું. તે વધુમાં કહે છે, `2006માં હિપ્સ ડૉન્ટ લાય...સૉન્ગ સુપરહિટ થયા બાદ મેં 2010ના વર્લ્ડ કપ માટે વાકા...વાકા...સૉન્ગ લખ્યું હતું અને એ અરસામાં હું ફૂટબોલર જેરાર્ડ પિકને પહેલી વખત મળી હતી અને અમે એકમેકના પ્રેમમાં પડ્યા હતા.'
Shakira & Burna Boy - Dai Dai🎶🎤
— Andrzej (@AndrzejZmiasta) June 12, 2026
Otwarcie World Cup 2026⚽️ pic.twitter.com/gVti3n0qNB
જેરાર્ડથી અલગ થઈ ગઈ છે
જેરાર્ડ પિકથી શકિરાને બે પુત્ર થયા છે. મિલાન 13 વર્ષનો અને સશા 11 વર્ષનો છે. શકિરા 2022માં જેરાર્ડથી અલગ થઈ ગઈ હતી. શકિરા કહે છે, `મારા આ બન્ને પુત્રના જન્મ વાકા...વાકા...સૉન્ગની જ દેન છે અને એટલે હું તેમને પ્રેમથી એ નામે બોલાવું છે. એ થીમસૉન્ગ મને વર્લ્ડ કપના મંચ સુધી લઈ ગયું હતું અને ત્યાર બાદ બન્ને પુત્રના જન્મ થયા હતા.'