Mon Oct 05 2026

Logo

નિફ્ટી 23600ની ઉપર, સેન્સેક્સમાં 400થી વધુના વધારા સાથે ઓપનિંગ, ઇન્ડિગો, એશિયન પેઇન્ટમાં તેજી

2026-06-01 10:13:00
Author: Mumbai Samachar Team
નિફ્ટી 23600ની ઉપર, સેન્સેક્સમાં 400થી વધુના વધારા સાથે ઓપનિંગ, ઇન્ડિગો, એશિયન પેઇન્ટમાં તેજી

મુંબઇઃ સપ્તાહના પ્રથમ સેશનમાં ભારતીય શેરબજારો લીલા નિશાન સાથે ખુલ્યા છે. શુક્રવારના સેશનમાં સેન્સેક્સ 74,775.74ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના સેશનમાં સેન્સેક્સ 427.28 પોઇન્ટના વધારા સાથે 75,203.02ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી શુક્રવારે  23,547.75ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના સેશનમાં નિફ્ટી 106.75 પોઇન્ટના વધારા સાથે 23,654.50ની સપાટીએ ખુલ્યો છે. 

માર્કેટના ટોપ ગેઇનર્સ

નિફ્ટીના વધનારા શેરો પર નજર કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસના શેરમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો. તો કોલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, રિલાયન્સના શેરમાં પણ પોઝિટિવ વલણ જોવા મળ્યું.

નિફ્ટી ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચયુએલ, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પોરેશન, જય પ્રકાશ પાવર, આઇનોક્સ વાઇન્ડ,  જેએમ ફાઇનાન્સિયલ, નાટકો ફાર્મા, જ્યુપિટર વેગન્સ, આધાર હાઉસિંગ, જેકે ટાયર્સના શેરમાં વેચવાલી જોવા મળી. 

એશિયન બજારોના હાલ

એશિયન બજારો પર નજર કરીએ તો નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પીમાં વધારા સાથે ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો. તો જકાર્તા, શાંઘાઇ, ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર સાથે નરમાઇ જોવા મળી.