સપ્તાહના પ્રથમ સેશનમાં ઇરાન અને અમેરિકાની ડીલથી સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1200 પોઇન્ટ વધી 76,725.27ની સપાટીએ ઓપન થયો છે. અગાઉના સેશનમાં સેન્સેક્સ 75,527.95ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ અગાઉના બંધ 23,622.90ની સપાટીએથી 361.95 પોઇન્ટ વધી 23,984.85ની સપાટીએ ખુલ્યો છે. ક્રૂડના ભાવોમાં કડાકાથી પણ માર્કેટને સપોર્ટ મળ્યો છે.
સોમવારના સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં દોઢ ટકાનો વધારો જોવા મળ્યો. માર્કેટમાં 557 શેરમાં વધારો જોવા મળ્યો. જ્યારે પ્રારંભિક સેશનમાં 65 શેરમાં ઘટાડો જોવા મળ્યો. 40 શેરમાં કોઇપણ જાતની મૂવમેન્ટ વગર સ્થિર રહ્યા. નિફ્ટી 50માં શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ, ટાટા મોટર્સ, HDB ફાઇનાન્સિયલ, ફોર્સ મોટર્સ, ફિનોલેક્સ કેબલ્સ, TMPV તેજી તરફી મૂવમેન્ટ દર્શાવતા હતા. બીજી તરફ ONGC, સિપ્લા, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, સન ફાર્મામાં ઘટાડો જોવા મળ્યો.
એશિયન બજારો
એશિયન બજારોની વાત કરીએ તો મોટા ભાગના એશિયન બજારોમાં લેવાલીનો મૂડ દેખાતો હતો. સ્ટ્રેટ ટાઇમ્સ, નિક્કેઇ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટમાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી.
રૂપિયો પણ થયો મજબૂત
યુએસ અને ઇરાન સીઝ ફાયરથી રૂપિયો પણ મજબૂત બન્યો છે. રૂપિયો 8 મે પછી સૌથી વધુ વધ્યો છે. ડોલર સામે રૂપિયો 43 પૈસા વધી 94.68ની સપાટીએ આવી ગયો છે.