Sat Jul 11 2026

Logo

સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટ મૂડમાં, સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,100ની ઉપર

2026-07-10 10:15:00
Author: Mumbai Samachar Team
Article Image

ભારતીય શેરબજારમા તેજીનો સિલસિલો યથાવત છે. શુક્વારે ભારતીય બજારો મોટા વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ ગુરુવારના સેશનમાં 76,741.82ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્વારે સેન્સેક્સ 653.81 પોઇન્ટ વધી 77,395.63 ની સપાટીએ ઓપન થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ગુરુવારના બંધ 23,962.80ની સપાટીએ થી 161.9 અંક વધી 24,124.70ની સપાટીએ ખુલ્યો છે. ગ્રીન ઝોનમાં ઓપનિંગ બાદ નિફ્ટીમાં શરુઆતી કારોબારમાં પણ તેજી તરફી મુવમેન્ટ જોવા મળી. અને નિફ્ટીમાં 200થી વધુ અંકનો વધારો જોવા મળ્યો. 

ચિપ બનાવતી કંપનીઓમાં તેજીથી ગ્લોબલ ઇક્વિટીમાં વધારાથી નિફ્ટી 50 અને સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1 ટકાની તેજી જોવા મળી. ટેક મહિન્દ્રા, ટીસીએસ, HCL ટોપ 50 ગેઇનર્સમાં જોવા મળ્યા. નિફ્ટીના 232 શેરોમાં વધારો જોવા મળ્યો જ્યારે 60 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. 14 શેરોમાં કોઇ મૂવમેન્ટ ન જોવા મળી.

એશિયન બજારોના હાલ

ચિપ શેરોમાં તેજીથી એશિયન બજારોમાં લેવાલી જોવા મળી. નિક્કેઇ 2 ટકા, કોસ્પી 4 ટકા વધ્યો. એઆઇની ડિમાંડને કારણે સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓ વધારા તરફી ચાલ દર્શાવતી જોવા મળી. ગિફ્ટ નિફ્ટી, નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, જકાર્તા, શાંઘાઇ સહિતના એશિયન બજારો લીલા નિશાનમાં જોવા મળ્યા.

નિફ્ટી ટોપ ગેઇનર્સ

નિફ્ટી શેરો પર નજર કરીએ તો સન ફાર્મા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, ઇન્ટરગ્લોબ, ઇટરનલ, ઝેન્સર ટેક, ન્યુઝેન સોફ્ટવેર, કલ્યાણ જ્વેલર્સ, એચઇજી, બ્લૂ જેટ, એમઆરપીએલમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. 

નિફ્ટી લૂઝર્સ

નિફ્ટી લૂઝર્સ પર નજર કરીએ તો ડો. રેડ્ડીઝ લેબ, ભારતી એરટેલ, ઇટરનલ, મેક્સ હેલ્થકેર, સન ફાર્મા માર્કેટના લૂઝર્સ રહ્યાં.