Wed Sep 02 2026

Logo

સપ્તાહના પ્રથમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીમં ચોતરફી વેચવાલી, રૂપિયો ઓલટાઇમ લો

2026-05-18 10:00:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના પ્રથમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીમં ચોતરફી વેચવાલી, રૂપિયો ઓલટાઇમ લો

મુંબઇઃ વૈશ્વિક બજારોની નેગેટિવ અસર ભારતીય શેર બજારો પર હાવી થઇ ગઇ છે. એશિયન બજારોમાં વેચવાલી, ક્રુડ 111 ડોલરની સપાટીએ પહોંચતા માર્કેટના સેન્ટિમેન્ટ ખરાડાયા છે. તો ડોલર સામે રૂપિયો 21 પૈસા તૂટીને 96.17ની સપાટીએ આવી ગયો છે. અમેરિકાએ ઇરાનને ધમકી આપતા સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાં ફરી મહાજંગની શક્યતાઓને પગલે શેરબજારના સેન્ટિમેન્ટ ખરડાયા છે. આ બધા કારણોને લીધે ભારતીય શેરબજારો પર વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 75,237.99ની સપાટીએથી 430.02 પોઇન્ટ ઘટીને 74,807.97ની સપાટીએ ખુલ્યો છે જો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી તેના પાછલા બંધ 23,643.50ની સપાટીએથી 161.3 પોઇન્ટ ઘટી 23,482.20ની સપાટીએ ખુલ્યો છે. 

રિઅલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પીએસયુ બેંક અને ઓટો સેક્ટર માર્કેટને નીચેની તરફ લઇ ગયા છે. નિફ્ટી શેરો પર નજર કરીએ તો ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ, અદાણી પોર્ટ્સ, એસબીઆઇ, મારુતિ સુઝુકીના શેરમાં સવા બે ટકાથી 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ, કોચિન શીપયાર્ડ, કેઇસી, હુડકો, એપોલો ટાયર્સમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઇન્ફોસિસ અને ભારતી એરટેલમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળ્યો. 

એશિયન માર્કેટ

એશિયન બજારોમાં પણ વેચવાલીનો મૂડ જોવા મળી રહ્યો છે. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા, શાંઘાઇ સહિતના બજારોના સેન્ટિમેન્ટ ખરડાતા તેની અસર ભારતીય શેર બજારો પર જોવા મળી.