Wed Aug 26 2026

Logo

મંગળવારે ભારતીય શેરબજારોનું મંગળમય ઓપનિંગ, નિફ્ટી 23,700ની ઉપર ખુલ્યો

2026-05-19 09:51:00
Author: Mumbai Samachar Team
મંગળવારે ભારતીય શેરબજારોનું મંગળમય ઓપનિંગ, નિફ્ટી 23,700ની ઉપર ખુલ્યો

મુંબઇઃ મંગળવારે ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં ઓપન થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન પર હુમલો કરવાનો વિચાર માંડી વાળવા અને વાતચીતના પ્રસ્તાવને લઇને ક્રૂડના ભાવમાં સામાન્ય ઘટાડાથી માર્કેટ પર પોઝિટિવ અસર પડી છે. મોર્નિંગ ટ્રેડમાં ગિફ્ટ નિફ્ટી સામાન્ય વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. બીજી તરફ એશિયન બજારોમા મિશ્ર વલણ જોવા મળ્યા. 

ભારતીય શેરબજારનો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેકસ સોમવારના બંધ 75,315.04ની સપાટીએથી 126.23 પોઇન્ટ વધી 75,441.27ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી સોમવારે  23,649.95ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે નિફ્ટી 25 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 23,675.30ની સપાટીએ ખુલ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો નિક્કેઇ, તાઇવાન, કોસ્પી, જકાર્તા કોમ્પોઝિટમાં ઘટાડા સાથનો કારોબાર જોવા મળ્યો. બીજી તરફ સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા.

ભારતીય શેરબજારોના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ તો ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ જેવા આઇટી શેરોમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો. ટોપ લૂઝર્સની વાત કરીએ તો હિન્દાલ્કો, ઓએનજીસી, કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ, નાલ્કો, ઝાયડસ વેલનેસના શેરોમા રેડ ઝોનમાં કારોબાર જોવા મળ્યો.