Sat Aug 15 2026

Logo

સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 24,200ની ઉપર, IT, FMCG, મેટલ, ફાર્મા શેરોમાં તેજી

2026-07-29 12:51:00
Author: Mumbai Samachar Team
Article Image

બુધવારના મિડ માર્કેટમાં આઇટી, ફાર્મા, એફએમસીજી અને મેટલ શેરોમા તેજીને પગલે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 800થી વધુ અંક ઉછળ્યો છે. તો નિફ્ટી 24,200ની ઉપર કારોબાર કરી રહ્યો છે. માર્કેટના સેન્ટિમેન્ટ હાલ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. શેરબજારમાં તેજી વચ્ચે 2,267 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ 1,258 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારના સેશનમાં સેન્સેક્સ 76,765.92ની સપાટીએ બંધ થયો હતો. આજે બુધવારે સેન્સેક્સ 657.85 પોઇન્ટના વધારા સાથે 77,423.77ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટી 23,985.35ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બુધવારના સેશનમાં નિફ્ટી 191.3 અંક વધી 24,176.65ની સપાટીએ ખુલ્યો હતો. 

એશિયન બજારોના હાલ

એશિયન બજારો પર નજર કરીએ  તો ગિફ્ટ નિફ્ટી તેજીમાં છે. ઉપરાંત સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, શાંઘાઇ કોમ્પોઝિટમાં તેજી તરફી વલણ દેખાઇ રહ્યું છે. તો બીજી તરફ નિક્કેઇ, કોસ્પી, તાઇવાન, જકાર્તા હાલ રેડ ઝોનમાં ઘટાડા તરફી ચાલ દર્શાવી રહ્યા છે. 

માર્કેટના વધનારા શેર

નિફ્ટીમા વધનારા શેરો પર નજર કરીએ તો પારાદીપ ફોસ્ફરસ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ, કાયનેક ટેક્નોલોજી, સ્વિગી, દેવયાની ઇન્ટરનેશનલ, જ્યુપિટર વેગન્સ, કેનેરા  HSBC, ન્યુઝેન સોફ્ટવેર, સોનાટા, IGIL, તેજસ નેટવર્ક, સન ટીવી નેટવર્ક ટોપ ગેઇનર્સમાં સામેલ છે. 

નિફ્ટી લૂઝર્સ

નિફ્ટી ટોપ લૂઝર્સની વાત કરીએ તો ફોનિક્સ મિલ્સ, સિટી યુનિયન બેંક, પાઇન લેબ્સ, કાર ટ્રેડ ટેક્નોલોજી, એક્શન કન્સ્ટ્રક્શન્સ, સુઝલોન એનર્જી, એલ એન્ડ ટી ફાઇનાન્સ, કેફિન ટેક્નોલોજી, ICICI લોમ્બાર્ડ, હોમ ફર્સ્ટમા ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે.