Fri Sep 04 2026

Logo

સપ્તાહના ચોથા સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ, સેન્સેક્સ 338 પોઇન્ટ વધ્યો

2026-05-14 10:06:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના ચોથા સેશનમાં સેન્સેક્સ-નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ, સેન્સેક્સ 338 પોઇન્ટ વધ્યો

મુંબઇઃ સપ્તાહના ચોથા સેશનમાં એટલે કે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીનું ગ્રીન ઝોનમાં ઓપનિંગ થયું છે. સેન્સેક્સ ગઇકાલના બંધ 74,608.98થી 338.14 પોઇન્ટ વધી 74,947.12ની સપાટીએ ઓપન થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ગઇકાલે એટલેકે બુધવારના સેશનમાં 23,412.60ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારના સેશનમાં નિફ્ટી ગઇકાલના બંધથી 23,412.60ની સપાટીએથી 117.65ના વધારા સાથે 23,530.25ની સપાટીએ ખુલ્યો છે. 

ગુરુવારના સેશનમાં મેટલ, હેલ્થકેર, બેંકિંગ અને યુટીલિટી સ્ટોક્સમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો છે. જ્યારે આઇટી સેક્ટરના શેરમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. સેન્સેક્સના ટોપ ગેઇનર્સની વાત કરીએ તો સિપ્લા, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, એશિયન પેઇન્ટ્સ બાઇંગ મૂડ સાથે લીલા નિશાનમાં જોવા મળ્યા. 

એશિયન માર્કેટની વાત કરીએ તો કોસ્પી, તાઇવાન, હેંગસેંગ, નિક્કેઇમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો.