Thu May 28 2026

Logo

સેલ્ફી એડિક્શનનું છે જ્યોતિષ સાથે કનેક્શન: ડિજિટલ દુનિયાના ગુલામ બનાવતો રાહુ અને સુંદરતાનો શુક્ર, વાંચો ગ્રહોનું ગણિત...

2026-05-28 17:28:06
Author: Darshana Visaria
Article Image

આજના ડિજિટલ અને સ્માર્ટફોનના જમાનામાં ક્યાંય પણ ફરવા જઈએ, હોટેલમાં હોઈએ કે ઘરે બેઠા હોઈએ તરત જ મોબાઈલ કાઢીને સેલ્ફી ક્લિક કરવી એ આપણા જીવનનો એક મહત્ત્વનો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરવા માટે દિવસભરમાં અગણિત સેલ્ફી લેનારા લોકોની કોઈ કમી નથી. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આ વારંવાર સેલ્ફી ક્લિક કરવાની આદત પાછળ માત્ર સોશિયલ મીડિયાનો ક્રેઝ નહીં પણ તમારા ગ્રહો પણ જવાબદાર હોઈ શકે છે?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આપણી દરેક નાની-મોટી આદતો, શોખ અને માનસિક સ્થિતિ પાછળ નવગ્રહોની ચાલ અને કુંડળીના ભાવો જવાબદાર હોય છે. એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વારંવાર સેલ્ફી લેવાના આ હાઈ-ટેક શોખ પાછળ મુખ્યત્વે કયો ગ્રહ જવાબદાર છે અને તે કુંડળીમાં કેવા કેવા સંકેતો આપે છે આ વિશે આપણે અહીં વિસ્તારથી વાત કરીશું... 

જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર, સોશિયલ મીડિયા, ડિજિટલ ટેકનોલોજી, ગેજેટ્સ અને પોતાની જાતને દુનિયા સામે ભવ્ય રીતે રજૂ કરવાના આધુનિક શોખ પાછળ મુખ્યત્વે રાહુ અને શુક્ર ગ્રહની ભૂમિકા સૌથી મોટી હોય છે. તેમાંય ખાસ કરીને સેલ્ફીના ક્રેઝ પાછળનું ગણિત ખૂબ જ અલગ છે. 

રાહુ- ડિજિટલ દુનિયા અને ભ્રમનો કારક
જ્યોતિષમાં રાહુને આર્ટિફિશિયલ (કૃત્રિમ) વસ્તુઓ, ટેકનોલોજી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો મુખ્ય કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુ માણસના મનમાં એક પ્રકારનો દેખાડો કરવાનો કે 'હું કંઈક અલગ છું' તેવો ભ્રમ પેદા કરે છે. જે જાતકોની કુંડળીમાં રાહુ મજબૂત હોય અથવા લગ્ન ભાવ (પ્રથમ ભાવ) પર તેની દ્રષ્ટિ હોય, તેવા લોકો ડિજિટલ પ્લેટફોર્મ અને ગેજેટ્સના દીવાના હોય છે. તેઓ દુનિયાને બતાવવા માટે પોતાની દરેક ક્ષણની સેલ્ફી કે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા માટે અધીરા બને છે.

શુક્ર– સુંદરતા અને ગ્લેમરનો સ્વામી

સેલ્ફી કનેક્શનમાં બીજો સૌથી મહત્વનો ગ્રહ છે શુક્ર, જે કળા, સુંદરતા, ગ્લેમર, આકર્ષણ અને સેલ્ફ-લવનો કારક છે. લુક અને કેમેરો: શુક્ર પ્રધાન જાતકોને હંમેશા ટીપ-ટોપ રહેવું, સુંદર દેખાવું અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવું ખૂબ જ ગમે છે. જ્યારે કુંડળીમાં શુક્ર અને રાહુનો યુતિ થાય અથવા શુક્ર બળવાન હોય, ત્યારે વ્યક્તિ પોતાની સુંદરતા નિહાળવા માટે વારંવાર અરીસામાં જોવાની જગ્યાએ મોબાઈલ કેમેરાનો ઉપયોગ કરે છે. તેને અલગ-અલગ એંગલથી સેલ્ફી લઈને પોતાની જાતને પરફેક્ટ બતાવવાનો ક્રેઝી શોખ જાગે છે.

જો તમને જરૂરિયાત કરતાં વધુ સેલ્ફી લેવાની લત લાગી ગઈ હોય, જેના કારણે તમારો સમય બગડતો હોય, તો જ્યોતિષશાસ્ત્રમાં રાહુના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે ભગવાન શિવજીની આરાધના કરવાની અથવા જળાભિષેક કરવાની સલાહ આપવામાં આવે છે.

વધુ જુઓ...