Wed Sep 09 2026

Logo

મિડલ ઈસ્ટમાં યુદ્ધનું જોખમ: સાઉદી અરેબિયાએ અમેરિકાને આપી ચેતવણી, ઈરાનની નાકાબંધી રોકવા દબાણ

Riyadh   2026-04-14 20:21:31
Author: Mumbai Samachar Team
મિડલ ઈસ્ટમાં યુદ્ધનું જોખમ: સાઉદી અરેબિયાએ અમેરિકાને આપી ચેતવણી, ઈરાનની નાકાબંધી રોકવા દબાણ

રિયાધઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ બાદ પણ માહોલ વધુ વકરી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે, હવે સાઉદી અરેબિયા અમેરિકા પર દબાણ ઊભું કરી રહ્યું છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે, ઈરાનના જે પોર્ટ છે એના પર નાકાબંધી કરવાનું અમેરિકા છોડી દે, અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા હવે અમેરિકા પર દબાણ ઊભું કરી રહ્યું છે. આ પાછળનું કારણ એ છે કે, રિયાધ શાંતિ ઈચ્છે છે પણ ડર એ વાતનો છે કે, અમેરિકા આક્રમક થશે તો સમગ્ર મિડલ ઈસ્ટને ફરી યુદ્ધમાં જોતરી દેશે. 

શાંતિ સ્થાપવી મુશ્કેલ

આવી પરિસ્થિતિ ઊભી થઈ તો શાંતિ સ્થાપિત કરવી મુશ્કેલ થશે. અમેરિકાની સરકારે ઈરાનને ઘૂંટણિયે લાવવા માટે ઈરાનની સમગ્ર અર્થવ્યવસ્થાના સ્ત્રોત પર પાણી ફેરવી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારા ઈરાની શિપમેન્ટને રોકી દેવાનો નિર્ણય લીધો છે, જે ખરેખર યોગ્ય નથી. બીજી તરફ ઈરાને દાવો કર્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના કંટ્રોલમાં છે. હવે સાઉદી અરેબિયાએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો ઈરાનને અમેરિકા દ્વારા ઘેરી લેવાશે તો સાઉદી અરેબિયા ચૂપ નહીં બેસે. 

સમુદ્રી માર્ગ પર કંટ્રોલ

સાઉદી અરેબિયાને હવે ભય એ છે કે ઈરાન જો જવાબી હુમલો કરશે તો બાબ અલ મંદેબને બંધ કરી દેશે. આ જળમાર્ગ રાતા સમુદ્ર તરફ જતો એક મહત્ત્વનો જળમાર્ગ છે, જ્યાંથી સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. સાઉદી અરેબિયાની ચિંતાનું મોટું કારણ યમન પાસેના હૂતી છે. જે ગમે ત્યારે હુમલો કરી શકે છે. 

બાબ અલ મંદેબની આસપાસ સમુદ્રી વિસ્તારમાં હૂતીઓનો કંટ્રોલ છે. ગ્લોબલ પોલિટિક્સના નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, જો ઈરાન આ જળમાર્ગ બંધ કરી દેશે તો હૂતી એમના સૌથી સક્ષમ પાર્ટનર સાબિત થઈ જશે. ગાઝાની લડાઈ વખતે હૂતીઓએ પહેલા જ પરચો બતાવી દીધો હતો.