Sun Sep 13 2026

Logo

સંજય કપૂરની 30,000 કરોડની મિલકતનો વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં: માતા અને ત્રીજી પત્ની આમને-સામને

2026-05-12 17:10:30
Author: Mumbai Samachar Team
સંજય કપૂરની 30,000 કરોડની મિલકતનો વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં: માતા અને ત્રીજી પત્ની આમને-સામને

મુંબઈઃ કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂરની સંપત્તિ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પરિવારમાં ચાલી રહેલ 30,000 કરોડના સંપત્તિ વિવાદે ગંભીર સ્વરૂપ લઈ લીધું છે. હકીકત એવી છે કે, સંજય કપૂરનું નિધન થઈ ગયું છે. એ પછી એમના કુટુંબમાં સંપત્તિને લઈને ખેંચતાણ શરૂ થઈ હતી. હવે આ કેસમાં સંજય કપૂરની માતા રાની કપૂરે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તાજેતરમાં દાખલ કરેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે, એમના દીકરી સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ અને અન્ય સંબંધિત પક્ષને આરકે ફેમિલી ટ્રસ્ટમાં દખલ દેવાથી રોકવામાં આવે. 

મિટિંગ અટકાવવા માગ
એટલું જ નહીં 18 મેના રોજ યોજાનારી કંપનીની બોર્ડ મિટિંગ પણ અટકાવી દેવા માટેની માગ કરી છે. હકીકતમાં આ મિટિંગ રઘુવંશી ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી. દ્વારા 8 મેના રોજ ફટકારેલી નોટીસના આધાર પર નક્કી થઈ હતી. આ એ જ કંપની છે જેમની પાસે પરિવારની વિવાદીત સંપત્તિનો એક મોટો ભાગ છે. હવે રાની કપૂર તરફથી બોર્ડ મિટિંગને અટકાવી દેવાની માગ અનેક સંબંધિત પક્ષકારોને ચિંતામાં મૂકી રહી છે. રાની કપૂર તરફથી કોર્ટમાં અરજી દાખલ કરનારા વકીલે આ અરજીનો ઉલ્લેખ કરીને સંપત્તિ વિવાદની વાત કરી.. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, આ મિટિંગનો હેતું વધારાના ડાયરેક્ટરની નિયક્તિ કરવાનો છે. હવે જસ્ટિસ જેબી પારદીવાલાની અધ્યક્ષતા વાળી બેંચે 14 મેના આગામી સુનાવણી માટે આદેશ આપ્યો છે. 

પારદર્શક તપાસની ખાતરી
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છીએ કે, જ્યાં મહાભારત પણ નાનું લાગશે. અમે આ કેસની ઊંડી અને પારદર્શક તપાસ કરીશું. સંજય કપૂર સોના કોમસ્ટારના ચેરમેન હતા.12 જૂન 2025ના રોજ 53 વર્ષની ઉંમરે પોલો રમતી વખતે એમનું અવસાન થયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ એક નેચરલ ડેથ હતું અને મૃત્યુ પાછળનું કારણ કાર્ડિયાક એટેક હતો. મામલ હવે 30 હજાર કરોડની સંપત્તિ પર આવીને અટક્યો, જ્યાં સંપત્તિનો વિવાદ ઉકેલવા સુપ્રીમ કોર્ટનો સહારો લેવામાં આવ્યો. દિલ્હી હાઈ કોર્ટે આ કેસમાં સંજય કપૂરની સંપત્તિ પર થર્ડ પાર્ટી રાઈટ બનાવવા બ્રેક લગાવી હતી અને સંપત્તિને સેટટ ક્યૂ બનાવી રાખવા આદેશ આપ્યો હતો. 

અંતિમ ચુકાદા પર નજર
આનાથી થયું એવું કે વિવાદાસ્પદ સંપત્તિના વેચાણ કે ટ્રાન્સફર પર અચાનક લગામ ખેંચાઈ ગઈ. કાયદાકીય નિયંત્રણ આવતા સંબંધિત પક્ષકારોએ સંપત્તિને લઈને કંઈક કરવા માટે બીજા પાસા લગાવવા દોડધામ કરી. હવે કોર્ટનો આદેશ નહીં આવે ત્યાં સુધી આ સંપત્તિને લઈને કોઈ પ્રકારની લે વેચ કે ટ્રાન્સફરનો પ્રશ્ન નહીં આવે. બીજી તરફ રાની કપૂર પોતાના વકીલ તરફથી જ જે તે મુદ્દાની સ્પષ્ટતા કરી રહ્યા છે. જોવાનું એ રહે છે કે, સુપ્રીમ કોર્ટ સંપત્તિ સંબંધિત કેસમાં શું ચુકાદો આપે છે.