Fri Sep 04 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકામાં ગુજરાતી નગરસેવિકાને સુધાર સમિતિનું અધ્યક્ષપદ બેસ્ટ કમિટીનું અધ્યક્ષપદ પહેલી વખત મહિલા નગરસેવિકાને...

2026-02-23 20:24:43
Author: sapna desai
મુંબઈ મહાનગરપાલિકામાં ગુજરાતી નગરસેવિકાને સુધાર સમિતિનું અધ્યક્ષપદ બેસ્ટ કમિટીનું અધ્યક્ષપદ પહેલી વખત મહિલા નગરસેવિકાને...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ બાદ મહત્ત્વની ગણાતી સુધાર સમિતિના અધ્યક્ષપદે સોમવારે શિવસેના (શિંદે)ના ગુજરાતી નગરસેવિકા સંધ્યા વિપુલ દોશી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તો બેસ્ટ કમિટીના અધ્યક્ષપદે શિંદેસેનાના નગરસેવિકા તૃષ્ણાવિશ્વાસરાવ ચૂંટાઈ આવ્યા હતા, એ સાથે જે તેઓ બેસ્ટ કમિટિના પહેલા મહિલા અધ્યક્ષ બની ગયા હતા.

મુંબઈ મહાનગરપાલિકામાં મેયર અને સ્થાયી સમિતિનું મહત્વનું પદ ચૂંટણીમાં બહુમતી મેળવનારા ભાજપને ફાળે ગયું હતું. તો બંને પક્ષ વચ્ચે થયેલી સમજૂતી મુજબ સુધાર અને બેસ્ટ કમિટિનું અધ્યક્ષ પદ શિંદેની શિવસેનાને ગયું હતું. મેયરની ચૂંટણી બાદ સ્થાયી સમિતિ, શિક્ષણ સમિતિના અધ્યક્ષપદની ગયા અઠવાડિયે ચૂંટણી પાર પડયા બાદ સોમવારે  સુધાર સમિતિન અને બેસ્ટ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી બિનહરીફ પાર પડી હતી.


માગાઠાણે વિધાનસભા મતદારસંઘના નગરસેવિકા સંધ્યા દોશીને સોમવારે સુધાર સમિતિના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. સુધાર સમિતિમાં મુંબઈ મહાનગરપાલિકાના પ્લોટ, બિલ્ડિંગ સહિતની  મિલકતને સંબંધી નિર્ણય લેવામાં આવતા હોય છે. સુધાર સમિતિમાં કુલ ૨૬ સભ્યો હોય છે. પાલિકામાં ભાજપ પાસે બહુમતી હોવાથી આ સમિતિમાં ભાજપના ૧૦ નગરસેવક છે. તો શિંદે સેનાના ચાર નગરસેવક છે. શિવસેના (યુબીટી)ના સાત સભ્યો છે.

બેસ્ટ સમિતિના અધ્યક્ષ પદે વોર્ડ નંબર ૧૮૦ના શિંદેસેનાના નગરસેવિકા તૃષ્ણા વિશ્ર્વાસરાવ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.  તેઓ અગાઉ સંયુક્ત શિવસેનામાં હતા એ દરમ્યાન  ૨૦૧૪થી ૨૦૧૭ સુધીમાં પાલિકાના સભાગૃહ નેતાપદે રહ્યા હતા.