Tue Jul 28 2026

Logo

કારમાં જઈ રહ્યા હતા સચિન તેંડુલકર, રસ્તામાં જોવા મળી ખાસ ગાડી, કાર રોકીને કર્યું કંઈક એવું કે...

2026-05-12 15:47:30
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સેલિબ્રિટીઝથી લઈને તમામ લોકો સોશિયલ મીડિયાનો છૂટથી ઉપયોગ કરે છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માત્ર મેદાન પર જ નહીં, પણ ખરા અર્થમાં મેદાનની બહાર પણ લોકોના દિલ જીતવામાં માહિર છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સચિનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેની સાદગી અને સામાન્ય લોકો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં... 

વાત કરીએ કે આખરે આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં શું ખાસ છે એની તો આ વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે સચિન તેંડુલકર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર કેટલાક નાના બાળકો પર પડી હતી, જેઓ ઘરે બનાવેલી ક્રિયેટીવ અને અનોખી ગાડી સાથે રમી રહ્યા હતા. બાળકોએ લાકડા અને લોખંડના ભંગારનો ઉપયોગ કરીને એક નાની હાથ ગાડી બનાવી હતી. 

ગામડાના નવા નવા બાળકોની આ સર્જનાત્મકતા જોઈને સચિન અભિભૂત થઈ ગયા હતા. તેમણે તરત જ પોતાની ગાડી રોકાવી અને નીચે ઉતરીને બાળકો પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. સચિને માત્ર આ ગાડીની પ્રશંસા જ નહીં કરી, પરંતુ બાળકો સાથે વાતચીત કરી અને તેમની કલાને પ્રોત્સાહન પણ આપ્યું હતું. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો આ વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે આટલા મોટા સ્ટાર હોવા છતાં સચિન આજે પણ જમીન સાથે જોડાયેલા છે. આ નાનકડી ઘટનાએ એ બાળકો માટે તો જીવનભરની યાદગિરી બનાવી દીધી છે. તમારું આ વિશે શું કહેવું છે અમને ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખી જણાવો...