Thu Oct 01 2026

Logo

LPG સિલિન્ડરની અછત: આ શહેરોમાં રેસ્ટોરન્ટને તાળા વાગશે? પુણેમાં સ્મશાનગૃહો બંધ

2026-03-10 16:04:52
Author: Savan Zalariya
LPG સિલિન્ડરની અછત: આ શહેરોમાં રેસ્ટોરન્ટને તાળા વાગશે? પુણેમાં સ્મશાનગૃહો બંધ

મુંબઈ: પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષને કારણે દુનિયાભરના દેશોમાં ઇંધણની અછત ઉભી થઇ છે, ભારતના લોકોને પણ સંઘર્ષની અસર પહોંચી છે. સરકારે કમર્શિયલ અને ડોમેસ્ટિક LPG સિલિન્ડરોના ભાવમાં વધારો કર્યો છે, એવામાં દેશના અલગ અલગ હોટેલ એસોસિએશનો દ્વારા કોમર્શિયલ LPG સિલિન્ડરોની અછત અંગે જાણ કરી છે. 

અહેવાલ મુજબ બેંગલુરુ અને ચેન્નઈના હોટેલ એસોસિએશનોએ જાણ કરી છે કે હોટેલ માલિકોને કમર્શિયલ LPG સિલિન્ડરો નથી મળી રહ્યા. એસોસીએશને જણાવ્યું કે LPG સિલિન્ડરો પુરવઠો પૂરો કરવામાં ન આવ્યો, તો બેંગલુરુ અને ચેન્નઈમાં રેસ્ટોરન્ટ્સને કામગીરી બંધ કરવાની ફરજ પડી શકે છે.

એસોસિએશનોએ એમ પણ જણાવ્યું કે રોજ ભોજન માટે રેસ્ટોરન્ટ પર આધાર રાખતા સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો પર આની માંથી અસર પડી શકે છે.

વડા પ્રધાનનાં હસ્તક્ષેપની માંગ:

ચેન્નઈ હોટેલ્સ એસોસીએશન એક નિવેદન જાહેર કરીને આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપની માંગ કરી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે જો પુરવઠો પૂરો ન થયો તો હોટલો દ્વારા અગાઉ લેવામાં આવેલી બેન્ક્વેટ બુકિંગને અસર થશે.

પુણેમાં સ્મશાનગૃહોને અસ્થાયી રૂપે બંધ:

ગુરુગ્રામ અને મુંબઈની કેટલીક રેસ્ટોરન્ટ્સના માલિકોએ પણ કમર્શિયલ LPG સિલિન્ડરની અછતની જાણ કરી છે. પશ્ચિમ એશિયામાં શરુ થયેલો સંઘર્ષ લાંબો ચાલી શકે છે, એવામાં રેસ્ટોરન્ટ્સ કેટલાક વૈકલ્પિક વ્યવસ્થાઓ પર વિચાર કરી રહ્યા છે. કેટલીક રેસ્ટોરન્ટ્સે મેનુની આઈટમ ઘટાડી રહી છે.

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) એ શહેરના ગેસ દ્વારા ચલતા સ્મશાનગૃહોને અસ્થાયી રૂપે બંધ કર્યા છે.