બેંગ્લૂરુ: દિલ્હી કૅપિટલ્સ (DC) સામે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 175 રન કર્યા છે.
એક તબક્કે યજમાન ટીમનો સ્કોર 15.1 ઓવરમાં 4/146 હતો અને ત્યારે એવું લાગતું હતું કે આ ટીમ 200 રન સુધી પહોંચી શકશે, પરંતુ 172મા રન સુધીમાં ટિમ ડેવિડ, શેફર્ડ, કૃણાલ પંડ્યા અને જિતેશ શર્માની વિકેટ પડી ગઈ હતી અને છેવટે પોણાબસોના સ્કોર પર 20 ઓવરના અંતે બેંગ્લૂરુનો દાવ પૂરો થયો હતો.

ફિલ સૉલ્ટ (PHIL SALT)ના 63 રન બાદ કરતા બીજો કોઈ બૅટ્સમૅન 30 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો.
દિલ્હી વતી ઍન્ગિડી, અક્ષર અને કુલદીપે બે-બે વિકેટ અને મુકેશ કુમારે એક વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા રનઆઉટ થયો હતો. હવે બેંગ્લૂરુના બોલર્સની દિલ્હીના બૅટ્સમૅનો સામે પરીક્ષા થશે.