Sat Sep 12 2026

Logo

RBI એ  ટાટા સન્સને અપર લેયર એનબીએફસી યાદીમાં સામેલ કરી, જાણો વિગતે

2026-08-06 18:54:47
Author: Chandrakant Kanoja
RBI એ  ટાટા સન્સને અપર લેયર એનબીએફસી યાદીમાં સામેલ કરી, જાણો વિગતે

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટાટા સન્સને અપર-લેયર નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC-UL)ની યાદીમાં સામેલ કરી છે. તેમજ આ નિર્ણયથી ટાટા સન્સની NBFC ડી-રજિસ્ટ્રેશન માટે પેન્ડિંગ અરજી પર કોઈ અસર થશે નહીં. તેમજ કંપનીની અરજીની સમીક્ષા હજુ પણ ચાલુ છે.

17 મુખ્ય NBFC ની અપર-લેયર યાદી જાહેર 

આ અંગે આરબીઆઇએ ગુરુવારે 2026-27 નાણાકીય વર્ષ માટે ટાટા સન્સ સહિત 17 મુખ્ય નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)ની અપર-લેયર યાદી જાહેર કરી હતી. ટાટા સન્સ ઉપરાંત આ યાદીમાં બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાટા કેપિટલ જેવી ઘણી અગ્રણી એનબીએફસીનો સમાવેશ થાય છે.

એનબીએફસી ચાર લેયરમાં વિભાજીત 

આરબીઆઇએ 'સ્કેલ-બેઝ્ડ રેગ્યુલેશન' ફ્રેમવર્ક હેઠળ  એનબીએફસીને ચાર લેયરમાં વિભાજીત કરવામાં આવી  છે. જેમાં(1)  બેઝ લેયર (NBFC-BL)(2 મિડલ લેયર (NBFC-ML) (3)અપર લેયર (NBFC-UL)અને (4) ટોપ લેયર (NBFC-TL)છે. 

કંપનીઓ પર કડક નિયમનકારી ધોરણો લાગુ 

તેમજ અપર લેયરમાં  મોટી અને પ્રણાલીગત રીતે મહત્વપૂર્ણ NBFCsનો સમાવેશ થાય છે .જેમની પ્રવૃત્તિઓ નાણાકીય વ્યવસ્થા પર નોંધપાત્ર અસર કરી શકે છે. પ્રમાણભૂત NBFCની તુલનામાં આ કંપનીઓ પર કડક નિયમનકારી ધોરણો લાગુ પડે છે.

 શેર માન્ય સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ કરવા આવશ્યક 

આ ઉપરાંત આરબીઆઈના નિયમો મુજબ અપર લેયર  NBFC એ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કડક નિયમનકારી ધોરણોનું પાલન કરવું જરૂરી છે. આવી કંપનીઓએ  ત્રણ વર્ષની અંદર તેમના શેર માન્ય સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ કરવા આવશ્યક છે.